• ઓસ્ટ્રેલિયા ક્રિકેટે ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા સામેની ત્રિકોણીય સિરીઝ 
  • ઓસ્ટ્રેલિયાની ટીમમાં 3 'ભારતીય' ખેલાડીઓને મળ્યું સ્થાન
  • રિબ્યા સાયના, સમારા દુલ્વિન અને હસરત ગિલને ઓસ્ટ્રેલિયાની ટીમમાં સ્થાન મળ્યું

ઓસ્ટ્રેલિયા ક્રિકેટે ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા સામેની ત્રિકોણીય સિરીઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. જાહેર કરાયેલી ટીમમાં ભારતીય મૂળના 3 ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય મૂળનો આ ક્રિકેટર આ સીરીઝમાં ઓસ્ટ્રેલિયા તરફથી રમતા જોવા મળશે. 

ઓસ્ટ્રેલિયા ક્રિકેટે ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમની જાહેરાત કરી છે જે આવતા મહિને યોજાનારી ત્રિકોણીય સિરીઝમાં ન્યુઝીલેન્ડ અને શ્રીલંકાનો સામનો કરશે. આ ટીમમાં ભારતીય મૂળના ત્રણ ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ 3 ખેલાડીઓ છે રિબ્યા સાયના, સમારા દુલ્વિન અને હસરત ગિલ. જે 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી ત્રિકોણીય શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા માટે રમતા જોવા મળશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. 14 દિવસ સુધી ચાલનારી આ ત્રિકોણીય શ્રેણીમાં આ ટીમ 4 T20 અને 2 ODI મેચ રમતી જોવા મળશે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ખેલાડી ક્રિસ્ટન બીમ્સને આ ટીમના કોચ બનાવવામાં આવ્યા છે.


ભારતીય મૂળની ખેલાડી રિબ્યા સાયાન વિક્ટોરિયાની ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર છે. જ્યારે, સમારા ડુલ્વિન એક બેટ્સમેન છે જે અગાઉ ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ માટે રમી ચૂકી છે. આ સાથે જ હસરત ગિલને પણ બોલર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. હસરત ગિલ ઈંગ્લેન્ડ અને શ્રીલંકા સામેની અંડર-19 મેચોમાં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ પણ કરી ચૂક્યો છે.

ઓસ્ટ્રેલિયાની અંડર-19 (મહિલા) ટીમની જાહેરાત

T20 મહિલા ક્રિકેટ ટીમ: બોની બેરી, કાઓઈમ બ્રે, એલા બ્રિસ્કો, મેગી ક્લાર્ક, સમારા ડુલ્વિન, લ્યુસી ફિન, હસરત ગિલ, લ્યુસી હેમિલ્ટન, એમી હન્ટર, એલેનોર લારોસા, ઈન્સ મેકકીઓન, રિભ્યા સયાન, ટેગન વિલિયમસન, એલિઝાબેથ વર્થલી,

ત્રિકોણીય T20 મેચ સિરિઝ શેડ્યૂલ

              તારીખ                              મેચ                                      મેદાન

  • 19 સપ્ટેમ્બર          ઓસ્ટ્રેલિયા vs ન્યુઝીલેન્ડ             એલન પેટીગ્રુ ઓવલ
  • 20 સપ્ટેમ્બર       ન્યુઝીલેન્ડ vs શ્રીલંકા                     એલન પેટીગ્રુ ઓવલ
  • 22 સપ્ટેમ્બર         ઓસ્ટ્રેલિયા vs શ્રીલંકા                   ઇયાન હીલી ઓવલ
  • 24 સપ્ટેમ્બર        ઓસ્ટ્રેલિયા vs ન્યુઝીલેન્ડ                બિલ પિપેન ઓવલ (GC)
  • 25 સપ્ટેમ્બર           ઓસ્ટ્રેલિયા vs શ્રીલંકા                 બિલ પિપેન ઓવલ (GC)
  • 26 સપ્ટેમ્બર         ન્યુઝીલેન્ડ vs શ્રીલંકા                     બિલ પિપેન ઓવલ (GC)

ત્રિકોણીય ODI શ્રેણી શેડ્યૂલ

  • 30 સપ્ટેમ્બર               ઓસ્ટ્રેલિયા vs શ્રીલંકા           એલન પેટીગ્રુ ઓવલ
  • 1 ઓક્ટોબર               ન્યુઝીલેન્ડ vs શ્રીલંકા            એલન પેટીગ્રુ ઓવલ
  • 2 ઓક્ટોબર              ઓસ્ટ્રેલિયા વિ ન્યુઝીલેન્ડ        ઇયાન હીલી ઓવલ

  • Follow us on: