• T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ અમેરિકા પહોંચ્યા છે
  • યુઝવેન્દ્ર ચહલ, યશસ્વી જયસ્વાલ અને આવેશ ખાન અમેરિકા જવા રવાના
  • હાર્દિક પંડ્યા વિશે હજું સુધી કોઇ અપડેટ આવ્યું નથી

T-20 વર્લ્ડકપ માટે ટીમો અમેરિકા પહોંચી રહી છે. કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્મા સાથે ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ પ્રથમ બેચમાં અમેરિકા પહોંચી ગયા છે. બીજી તરફ કેટલાક ખેલાડીઓ IPL અને અંગત કામના કારણે અમેરિકા પહોંચી શક્યા નથી. હવે ધીમે-ધીમે અન્ય ખેલાડીઓ પણ ન્યૂયોર્ક પહોંચી રહ્યા છે. સોમવારે વધુ ત્રણ ખેલાડીઓ અમેરિકા જવા રવાના થયા હતા.

ચહલ, જયસ્વાલ અને આવેશ રવાના

આ ખેલાડીઓમાં યુઝવેન્દ્ર ચહલ, યશસ્વી જયસ્વાલ અને આવેશ ખાનના નામ સામેલ છે. આઈપીએલ પ્લેઓફના કારણે આ ખેલાડીઓ ટીમ ઈન્ડિયાની પ્રથમ બેચ સાથે નથી નીકળ્યા. ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાની ટીમમાં 15 ખેલાડીઓનો સમાવેશ થાય છે. જ્યારે રિંકુ સિંહ, શુભમન ગિલ, અવેશ ખાન અને ખલીલ અહેમદને અનામતમાં સામેલ કરવામાં આવ્યા છે. આ રીતે કુલ 19 ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને અમેરિકા પહોંચવાનું છે.


આ ખેલાડીઓ અમેરિકા પહોંચ્યા

અત્યાર સુધી અમેરિકા પહોંચેલા ખેલાડીઓમાં કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત વિકેટકીપર રિષભ પંત, શુભમન ગિલ, શિવમ દુબે, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, રવિન્દ્ર જાડેજા, અર્શદીપ સિંહ અને સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. હવે યુઝવેન્દ્ર ચહલ, યશસ્વી જયસ્વાલ અને અવેશ ખાન પણ તેમાં જોડાયા છે.


ક્યાં છે હાર્દિક પંડ્યા?

રિપોર્ટ્સ અનુસાર હાર્દિક પંડ્યા ન્યૂયોર્ક પહોંચી ગયો છે. IPL બાદ તે વિદેશમાં રજાઓ માણી રહ્યો હતો. જો કે તેનો કોઈ ફોટો કે વીડિયો સામે આવ્યો નથી. જેના કારણે તેમના ન્યૂયોર્ક આગમન પર સસ્પેન્સ સર્જાયું છે. BCCIએ પણ તેના વિશે કોઈ અપડેટ આપ્યું નથી. ચાર દિવસ પહેલા હાર્દિકે તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક વીડિયો પોસ્ટ કર્યા હતા. જેમાં તે સ્વિમિંગ પુલમાં જોવા મળ્યો હતો. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશન માટે અમેરિકા પહોંચી ગયો છે. અગાઉ, પંડ્યા 25 મેના રોજ ટીમની ફ્લાઇટમાં બેસી શક્યો ન હતો કારણ કે તે અજ્ઞાત સ્થળે હતો. વિરાટ કોહલીએ BCCI પાસેથી બ્રેક પણ માંગ્યો હતો. તે પછી ન્યૂયોર્ક પહોંચશે. રિંકુ સિંહ બુધવારે અમેરિકા જશે. KKRના IPL જીત્યા બાદ તેણે પોતે આ અપડેટ આપી હતી.

સંજુ સેમસન ક્યાં છે?

સંજુ સેમસન પણ હજુ સુધી અમેરિકા પહોંચ્યા નથી. હાલમાં તેઓ કોઈ અંગત કામ માટે દુબઈમાં છે. ટીમ ઈન્ડિયા 1 જૂને અમેરિકામાં વોર્મ-અપ મેચ રમશે. આ પહેલા ન્યૂયોર્કમાં પ્રેક્ટિસ સેશન થશે. વર્લ્ડકપમાં ભારતીય ટીમનો પ્રથમ મુકાબલો 5 જૂને અમેરિકા સામે થશે.

  • Follow us on: