- ભારતીય ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગનો વીડિયો વાયરલ
- વીરેન્દ્ર સેહવાગે પાકિસ્તાની બોલરોને આપી ચેલેન્જ
- DPL ટી-20મા કોમેન્ટ્રી કરશે પાંચ મહાન ખેલાડીઓ
ભારતીય ટીમના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. તેઓ અવારનવાર ચાહકો સમક્ષ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા હોય છે. DPL T-20ના પ્રમોશનમાં વીરેન્દ્ર સેહવાગનો એક ફની સ્ટેટમેન્ટનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં વીરેન્દ્ર સેહવાગ પાકિસ્તાની ફાસ્ટ બોલરો સમક્ષ પડકાર ફેંકતા જોવા મળી રહ્યા છે. તેઓ વીડિયોમાં કહે છે કે, તમારા બધા માટે હું એકલો જ કાફી છું.
સોશિયલ મીડિયા પર વીરેન્દ્ર સેહવાગનો વીડિયો વાયરલ
ભારતીય ટીમના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ભારતીય ટીમના પ્રદર્શનને લઈ તેઓ ચાહકો સમક્ષ પોતાનો અભિપ્રાય આપતા હોય છે. વીરેન્દ્ર સેહવાગને મુલતાનનો સુલતાન પણ કહેવામાં આવે છે. વીરેન્દ્ર સેહવાગે પાકિસ્તાનના મુલતાનમા જઈ ત્રેવડી સદી ફટકારીને પોતાને પાકિસ્તાનનો સુલતાન જાહેર કર્યો હતો. વીરેન્દ્ર સેહવાગ પાકિસ્તાન સામે વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા છે.
સેહવાગે પાકિસ્તાની ફાસ્ટ બોલરોનો ચેલેન્જ આપી
વીરેન્દ્ર સેહવાગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સેહવાગ પાકિસ્તાની ફાસ્ટ બોલરોનો પડકાર આપતા જોવા મળી રહ્યો છે. વીડિયોમાં સેહવાગ એન્કર સાથે વાત કરી રહ્યો હતો. એટલામાં શોએબ અખ્તર ત્યાં આવી કહે છે કે 'અરે ભાઈ, અહીં કોને આમંત્રણ આપ્યું છે?' મેં વિચાર્યું હતું કે ફક્ત બોલરને બોલાવવામાં આવ્યા છે પરંતુ અહીં તો સેહવાગ છે. આ સાંભળી સેહવાગ કહે છે કે,પ્રથમ બોલ પર ફોર મારવાનું કામ મારું છે, તમારું નહીં.
એક સાથે જોવા મળશે જાયન્ટ્સ
વીરેન્દ્ર સેહવાગનો વાયરલ વીડિયો IL T20 સાથે સંબંધિત છે. ડીપીએલ ટી-20ના પ્રમોશન દરમિયાન વીરેન્દ્ર સેહવાગે આવું ફની સ્ટેટમેન્ટ આપ્યું હતુ. વીરેન્દ્ર સેહવાગના આ વીડિયો પર ચાહકો સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ભારત અને પાકિસ્તાનના પાંચ મહાન ખેલાડીઓ વીરેન્દ્ર સેહવાગ, હરભજન સિંહ, વસીમ અકરમ, વકાર યુનુસ અને શોએબ અખ્તર ડીપી વર્લ્ડ IL T20માં કોમેન્ટ્રી કરવા જઈ રહ્યા છે. આ લીગની શરૂઆત 19 જાન્યુઆરીથી થઇ રહી છે.
સેહવાગે લીઘી બોલરોની મજા
સેહવાગ અને શોએબ અખ્તર વચ્ચે વાતચીત ચાલી રહી હતી ત્યારે વકાર યુનિસ અને વસીમ અકરમ વીડિયો કોલમાં જોડાઇ ગયા હતા. આ જોઇ શોએબ અખ્તર હસે છે અને કહે છે કે ભાઇબંઘ ડરશો નહીં છેલ્લી વકત જ્યારે અમે ત્રણેય મળ્યા ત્યારે તમે તમારા ચશ્મા સાફ કરી રહ્યા હતા. સેહવાગે જવાબ આપ્યો કે શોએબ, હંગામો કરવો એ સારી વાત છે પણ થોડા નિયંત્રણ સાથે. તમારો સુંદર ચહેરો જોવા માટે ચશ્મા સાફ કર્યા પછી હવે હું લેન્સ પહેરું છું. તે પછી હરભજન સિંહને વિડિયો સાથે જોડાતા જોઇ વીરેન્દ્ર સેહવાગ કહે છે, શું ખરેખર અહીં ફક્ત બોલરને જ મંજૂરી છે? કોઈ વાંધો નહીં, તમારા બધા માટે હું એકલો જ કાફી છું.