ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં ઘણા મહાન ખેલાડીઓ રહ્યા છે, જેમણે પોતાની કારકિર્દીમાં ઘણા મોટા રેકોર્ડ્સ પોતાના નામે કર્યા છે. જ્યારે ઘણા ખેલાડીઓની ફર્સ્ટ ક્લાસથી લઈને ઈન્ટરનેશનલ ક્રિકેટ સુધીની શાનદાર કારકિર્દી હતી, ત્યારે કેટલાક એવા ખેલાડીઓ હતા જેમણે ફર્સ્ટ ક્લાસમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું પરંતુ તેમને ક્યારેય ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રમવાની તક મળી ન હતી. આજે અમે તમને એવા ચાર ભારતીય ખેલાડીઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જેમણે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂમાં બેવડી સદી ફટકારી હતી પરંતુ તેમને ક્યારેય ટીમ ઈન્ડિયા તરફથી રમવાની તક મળી નથી.
અજય રોહેરા
મધ્યપ્રદેશના વિકેટકીપર બેટ્સમેન અજય રોહેરાએ તેની ફર્સ્ટ ક્લાસ સિરીઝની ડેબ્યૂ મેચમાં શાનદાર બેવડી સદી ફટકારી હતી. હૈદરાબાદ સામે શાનદાર બેટિંગ કરતા અજયે પોતાની ડેબ્યૂ મેચમાં 267 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પરંતુ તેને ક્યારેય ટીમ ઈન્ડિયા તરફથી રમવાની તક મળી નથી. તેણે અત્યાર સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 11 મેચ રમી છે. જેમાં તેણે 635 રન બનાવ્યા હતા.
અમોલ મજમુદાર
અમોલ મજુમદાર લાંબા સમય સુધી આંધ્રપ્રદેશ તરફથી ક્રિકેટ રમ્યા હતા. તેણે પોતાની પ્રથમ મેચમાં બેવડી સદી ફટકારી હતી, પરંતુ તેને ટીમ ઈન્ડિયા તરફથી રમવાની તક મળી ન હતી. અમોલે પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં 171 મેચ રમી હતી. જેમાં તેણે 11167 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 30 સદી અને 60 ફિફટી કારવામાં આવી હતી.
સુવેદ પારકર
મુંબઈના બેટ્સમેન સુવેદ પારકરે પણ પોતાની ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ મેચમાં બેવડી સદી ફટકારી હતી. સુવેદે ઉત્તરાખંડ સામે પોતાની ડેબ્યૂ મેચમાં 252 રનની ઇનિંગ રમી હતી. પરંતુ તેને ક્યારેય ટીમ ઈન્ડિયા તરફથી રમવાની તક મળી નથી. સુવેદે અત્યાર સુધી 8 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે, જેમાં તેના નામે 572 રન છે. આ દરમિયાન તેણે 1 સદી અને 2 ફિફ્ટી ફટકારી હતી.
જીવનજોત સિંહ
પંજાબના બેટ્સમેન જીવનજોત સિંહે વર્ષ 2012માં ફર્સ્ટ ક્લાસમાં ડેબ્યૂ કર્યું હતું. જીવનજોતે તેની પ્રથમ મેચમાં હૈદરાબાદ સામે બેવડી સદી ફટકારી હતી. તેણે આ મેચમાં 213 રન બનાવ્યા હતા. તેણે અત્યાર સુધી 93 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે, જેમાં તેણે 5451 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 13 સદી અને 25 ફિફ્ટી ફટકારી હતી.