• સુપર 8માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ ચાલુ
  • ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો
  • મિચેલ સ્ટાર્કના નામે થયો શરમજનક રેકોર્ડ

સુપર 8માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિચેલ માર્શે ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. આ મેચમાં રોહિત શર્માનું જોરદાર ફોર્મ જોવા મળ્યું હતું. તેણે મિચેલ સ્ટાર્કની એક જ ઓવરમાં ચાર સિક્સર ફટકારી હતી.

રોહિત શર્માએ હલચલ મચાવી

પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત કંઈ ખાસ રહી ન હતી. ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો. વિરાટ કોહલીના આઉટ થયા બાદ રોહિત શર્મા પર કોઈ અસર જોવા મળી નથી. તેણે ઇનિંગ્સની ત્રીજી ઓવરમાં સ્ટાર્કને નિશાન બનાવ્યો હતો. તેણે સ્ટાર્કની એક જ ઓવરમાં ચાર સિક્સર ફટકારી હતી. તેણે આ મેચમાં 29 રન બનાવ્યા હતા. રોહિત શર્માની હીટિંગનો સ્ટાર્ક પાસે કોઈ જવાબ નહોતો.

સ્ટાર્કના નામે થયો શરમજનક રેકોર્ડ

T20 વર્લ્ડકપમાં આ સ્ટાર્સની કારકિર્દીની સૌથી મોંઘી ઓવર છે. અગાઉ 2021માં ન્યૂઝીલેન્ડ સામે એક ઓવરમાં 22 રન આપવામાં આવ્યા હતા.

રોહિત શર્માની ફિફ્ટી

રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે માત્ર 19 બોલમાં અડધી સદી ફટકારી છે. આ ટુર્નામેન્ટની આ સૌથી ઝડપી ફિફ્ટી છે. આ ઇનિંગ દરમિયાન તેણે 4 ફોર અને 5 સિક્સર ફટકારી હતી.

ઓસ્ટ્રેલિયાએ પ્લેઇંગ 11માં ફેરફાર કર્યા

ઓસ્ટ્રેલિયાની ટીમે આજની મેચમાં એક ફેરફાર કર્યો છે. મિચેલ સ્ટાર્કની ટીમમાં વાપસી થઈ છે. તેને એશ્ટન અગરની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ સિવાય ટીમ ઈન્ડિયાએ આજની મેચમાં કોઈ ફેરફાર કર્યો નથી.

ઓસ્ટ્રેલિયા પ્લેઇંગ 11

ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિચેલ માર્શ (સી), ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ (wk), પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ

ભારતની પ્લેઇંગ 11

રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટ કીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ.


  • Follow us on: