ટેસ્ટ ક્રિકેટમાં બેટ્સમેનોને આરામથી અને સમજદારીપૂર્વક બેટિંગ કરવા માટે પૂરો સમય મળે છે. ટેસ્ટ ક્રિકેટમાં બેટિંગ પણ ફુલ ટાઈમ રમાય છે. દરેક બેટ્સમેન ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારવા માંગે છે, પરંતુ આ સિદ્ધિ હાંસલ કરવી એટલી સરળ નથી. પરંતુ આજે અમે તમને ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ ત્રેવડી સદી ફટકારનાર બેટ્સમેન વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.


એન્ડી સેન્ડમે ફટકારી પ્રથમ ત્રેવડી સદી

ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારવાની સિદ્ધિ હવે વિશ્વના ઘણા બેટ્સમેનોએ હાંસલ કરી છે. આ સિવાય 4 એવા ખેલાડીઓ છે જેમણે પોતાની કારકિર્દીમાં 2 વખત ત્રેવડી સદી ફટકારી છે. જેમાં પૂર્વ ભારતીય બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ, ઓસ્ટ્રેલિયાના ડોન બ્રેડમેન, બ્રાયન લારા અને ક્રિસ ગેલનું નામ સામેલ છે. ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ ત્રેવડી સદી ઈંગ્લેન્ડના એન્ડી સેન્ડમે ફટકારી હતી. વર્ષ 1930માં ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ હતી. આ મેચમાં એન્ડી સંધમે 600 મિનિટ સુધી બેટિંગ કરતા 640 બોલનો સામનો કર્યો હતો. જે બાદ તેણે મેચમાં 325 રન બનાવ્યા હતા.


ઈંગ્લેન્ડે 849 રન બનાવ્યા

7 દિવસ સુધી ચાલેલી આ મેચની પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરતા ઇંગ્લેન્ડે 849 રન બનાવ્યા હતા. એન્ડી સેન્ડમ ઉપરાંત લીસ એમ્સે પણ સારી બેટિંગ કરી અને 149 રનની ઇનિંગ રમી. જે બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમ બીજા દાવમાં 286 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં 9 વિકેટ ગુમાવીને 272 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. બીજી ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝે શાનદાર બેટિંગનું પ્રદર્શન કરીને મેચને ડ્રો કરી હતી.

ભારત માટે 2 ત્રેવડી સદી

ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં બે ત્રેવડી સદી ફટકારવાનું કારનામું માત્ર વીરેન્દ્ર સેહવાગે જ કર્યું છે. સેહવાગે પ્રથમ વખત 2004માં પાકિસ્તાન સામે અને ત્યારબાદ બીજી વખત 2008માં દક્ષિણ આફ્રિકા સામે ત્રેવડી સદી ફટકારી હતી.

  • Follow us on: