- પેરિસ ઓલિમ્પિકમાં અનેક વિવાદો સામે આવી રહ્યા છે
- હિજાબ પહેરેલા એથ્લેટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો
- મહિલા બોક્સરની છોકરા સાથે કરાવી દીધી મેચ
પેરિસ ઓલિમ્પિકમાં એક પછી એક અનેક વિવાદો સામે આવી રહ્યા છે. ઓપનિંગ સેરેમનીમાં હિજાબ પહેરેલા એથ્લેટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ નવો હોબાળો શરૂ થયો છે. ગુરુવારે બોક્સિંગ મેચમાં આ હાહકાર મચ્યો હતો. જ્યાં ઈટાલિયન મહિલા બોક્સર માત્ર 46 સેકન્ડમાં જ રિંગમાંથી ભાગી ગઈ હતી. ઇટાલીની બોક્સર એન્જેલા કેરિનીનો મુકાબલો 66 કિગ્રા વેલ્ટરવેટ કેટેગરીમાં અલ્જેરિયાની જેન્ડર ચેન્જ બોક્સર ઇમાન ખલીફ સામે થયો હતો.
આ વિવાદાસ્પદ મેચ માત્ર 46 સેકન્ડ બાદ અટકાવી દેવામાં આવી હતી. બોક્સરનો આરોપ છે કે તેને 'છોકરાની' ક્ષમતા ધરાવતા બોક્સર સાથે સ્પર્ધા કરવા માટે રિંગમાં ઉતારવામાં આવી હતી. આવું કેમ થયું તેની પાછળનું એક ખાસ કારણ પણ સામે આવ્યું છે.
લિંગ પરિવર્તનમાંથી પસાર થતા એથ્લેટ્સને મળે છે પ્રવેશ
વાસ્તવમાં, ઘણા પુરૂષ એથ્લેટ જેમણે લિંગ પરિવર્તન કરાવ્યું છે તેઓ પણ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે. તેને મહિલા વર્ગમાં તક આપવામાં આવી છે. સમગ્ર હોબાળો આ અંગે છે. મહિલા એથ્લેટ્સનું કહેવું છે કે તેમને પુરૂષની તાકાતથી હરીફાઈ કરવા યોગ્ય નથી.
તુટી ગયું નાક
આ મેચમાં ખલીફે 25 વર્ષની કારિનીના ચહેરા પર મુક્કો માર્યો હતો. જેના કારણે તેનું નાક તૂટી ગયું અને માસ્ક પણ ઉતરી ગયો. તેના કોચની સલાહ લીધા બાદ કેરિનીએ સ્પર્ધા છોડવાનો નિર્ણય કર્યો. જે બાદ માત્ર 46 સેકન્ડ સુધી ચાલેલી મેચમાં ખલીફને વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો. આ હાર બાદ કેરિની ધ્રૂસકે ધ્રુસકે રડવા લાગી. તેમનું નિવેદન પણ સામે આવ્યું છે. "તે ખૂબ જ દુઃખદ હતું," તેણે કહ્યું. કારિનીએ કહ્યું કે તેણે ક્યારેય આવો મુક્કો અનુભવ્યો નથી. તેણીએ કહ્યું હતું કે તેણી તેના પિતાનું સન્માન કરવા અને તેના દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે ત્યાં હતી અને તેણીનું હૃદય તૂટી ગયું હતું.
ઝેન્ડર ટેસ્ટમાં ફેલ થયો ખલીફ
ખાસ વાત એ છે કે ખલીફ ગયા વર્ષે જેન્ડર ટેસ્ટમાં ફેલ થયો હતો. અલ્જીરિયાની 25 વર્ષીય ખલીફને મહિલા બોક્સિંગમાં ભાગ લેવા માટે મંજૂરી મળી છે. મહિલા વર્ગમાં સ્થાન મેળવનારી તે બીજી એવી એથ્લેટ છે. જોકે, પાત્રતાની શરતો પૂરી ન કરવા બદલ તેણીને ગયા વર્ષની વિમેન્સ વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી ગેરલાયક ઠેરવવામાં આવી હતી.
પીએમ સુધી પહોંચ્યો મામલો
ઈટાલીની હાર બાદ સમગ્ર મામલે હોબાળો મચી ગયો છે. ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે સ્પર્ધા સમાન સ્તરની નથી. તેણે કહ્યું- "હું IOC સાથે સહમત નથી." ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં તેણે કહ્યું- મારી ઈટાલીના એથ્લેટ્સ સાથે મુલાકાત થઈ છે. "મને લાગે છે કે પુરૂષ આનુવંશિક લક્ષણો ધરાવતા એથ્લેટ્સને મહિલા સ્પર્ધાઓમાં પ્રવેશ કરવો જોઈએ નહીં."