• પેરિસ ઓલિમ્પિકમાં ભારતના અજેય રથ અટક્યો
  • બેલ્જિયમે ભારતીય પુરૂષ હોકી ટીમને 2-1થી હરાવ્યું
  • ભારતીય પુરુષ હોકી ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી

બેલ્જિયમે પૂલ બીની મેચમાં ભારતીય પુરૂષ હોકી ટીમને 2-1થી હરાવીને પેરિસ ઓલિમ્પિકમાં ભારતના અજેય રથનો અંત આણ્યો હતો. અભિષેકે બીજા ક્વાર્ટરમાં ગોલ કરીને ભારતને પ્રારંભિક લીડ અપાવી હતી, પરંતુ બેલ્જિયમ માટે થિબ્યુ સ્ટોકબ્રોક્સ અને જોન ડ્યુશમેને ત્રીજા ક્વાર્ટરમાં એક-એક ગોલ કરીને ટીમને લીડ અપાવી હતી જે અંત સુધી અકબંધ રહી હતી.

ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ભારતીય ટીમ

હરમનપ્રીત સિંહની આગેવાનીમાં ભારતીય ટીમ બેલ્જિયમ સામેની મેચ પહેલા એકપણ મેચ હારી નથી. ભારતે ન્યુઝીલેન્ડ અને આયર્લેન્ડ સામે જીત મેળવી હતી, જ્યારે આર્જેન્ટિના સામે 1-1થી ડ્રો રમી હતી. બેલ્જિયમ સામે પ્રારંભિક લીડ લેવા છતાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય પુરુષ હોકી ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ચૂકી છે.


પૂલ બીમાં બીજા સ્થાને છે ભારતીય ટીમ

બેલ્જિયમની ટીમ ચારેય મેચ જીતીને પૂલ બીમાં ટોચ પર છે જ્યારે ટોક્યો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય ટીમ બીજા સ્થાને છે. ભારત હવે અંતિમ ગ્રુપ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ત્રીજા ક્વાર્ટરના અંત બાદ બેલ્જિયમે ભારત પર સરસાઈ મેળવી લીધી હતી. અભિષેકે બીજા ક્વાર્ટરમાં ગોલ કરીને ભારતને પ્રારંભિક લીડ અપાવી હતી, પરંતુ બેલ્જિયમે ત્રીજા ક્વાર્ટરમાં એક પછી એક બે ગોલ કરીને શાનદાર વાપસી કરી હતી અને લીડ લેવામાં સફળ રહી હતી. હવે 15 મિનિટની રમત બાકી છે અને ભારત વાપસી કરવાનો પ્રયાસ કરશે.

બેલ્જિયમે ત્રીજા ક્વાર્ટરમાં મેળવી લીડ

બેલ્જિયમે ત્રીજા ક્વાર્ટરમાં વધુ એક ગોલ કરીને ભારત પર લીડ મેળવી હતી. બેલ્જિયમ માટે જોન ડ્યુશમેને 44મી મિનિટે શાનદાર ગોલ કરીને ટીમને 2-1ની સરસાઈ અપાવી હતી. ભારતીય પુરૂષ હોકી ટીમે ત્રીજા ક્વાર્ટરમાં તેની લીડ ગુમાવી દીધી હતી અને બેલ્જિયમના થિબ્યુ સ્ટોકબ્રોક્સે 33મી મિનિટે ગોલ કરીને ટીમને બરોબરી અપાવી હતી. અભિષેકના ગોલ દ્વારા ભારતે બીજા ક્વાર્ટરમાં સરસાઈ મેળવી હતી, પરંતુ બેલ્જિયમને સ્કોરને બરાબરી કરવામાં વધુ સમય લાગ્યો ન હતો.

  • Follow us on: