- પેરિસ ઓલિમ્પિકમાં ક્વાર્ટર ફાઇનલમાં બહાર થયા ચિરાગ-સાત્વિક
- ત્રીજા સેટમાં ભારતીય અને મલેશિયાની જોડી વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો
- મલેશિયાના એરોન ચિયા અને સોહ વુઇ યીક સામે હારનો સામનો કર્યો
પેરિસ ઓલિમ્પિક 2024ના છઠ્ઠા દિવસે ભારતીય સ્ટાર શટલર્સ સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ નિરાશાનો સામનો કરવો પડ્યો. ક્વાર્ટર ફાઇનલમાં તેઓ મલેશિયાના એરોન ચિયા અને સોહ વુઇ યીક સામે 21-14, 21-13, 21-16થી હારી ગયા હતા.
ત્રીજા સેટમાં થઇ શાનદાર ટક્કર
ત્રીજા સેટમાં ભારતીય અને મલેશિયાની જોડી વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો. અંતે મલેશિયાની જોડીએ 21-16થી જીત મેળવી હતી. આ પહેલા ભારતીય ટીમે પ્રથમ સેટમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેઓએ મલેશિયાની જોડીને ટકવા ન દીધી. તેણે પહેલો સેટ 21-13થી જીત્યો હતો. બીજા સેટમાં મલેશિયાની જોડીએ વાપસી કરી હતી અને સેટ 21-14થી જીતી લીધો હતો.
અગાઉ ચિરાગ-સાત્વિકે બંને મેચ જીતીને ગ્રુપ સીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. મલેશિયાના એરોન ચિયા અને સોહ વૂઈ યિક ગ્રુપ Aમાં બીજા સ્થાને રહ્યા હતા. આ ગ્રૂપમાં પ્રથમ સ્થાન ચીનના વિશ્વ નંબર વન લિયાંગ વેઈ કેંગ અને વાંગ ચાંગે મેળવ્યું હતું.
આ મેચ પહેલા ચિયા અને સોહનો સાત્વિક અને ચિરાગ સામે સારો સ્કોર હતો. એક સમયે તેઓ સાત્વિક અને ચિરાગ પર 8-0થી આગળ હતા, પરંતુ ભારતીય જોડીએ છેલ્લી ત્રણ મેચ જીતીને પોતાનો સ્કોર સુધાર્યો હતો. મલેશિયાની જોડી હવે સેમિફાઇનલમાં લિયાંગ અને વાંગની ટોચની ક્રમાંકિત જોડી સામે ટકરાશે અને ઇન્ડોનેશિયાના ફજર આલ્ફિયાન અને મુહમ્મદ રિયાન અર્દિયાન્ટો વચ્ચે રમાનારી અન્ય ક્વાર્ટર ફાઇનલના વિજેતા સાથે થશે.