- પેરિસ ઓલિમ્પિક 2024 દરમિયાન એક ભારતીય એથ્લિટનો ભયંકર અકસ્માત થયો
- ભારતીય ગોલ્ફર દિક્ષા ડાગરનો ભયંકર અકસ્માત થયો છે
- દિક્ષા ડાગરની માતા ગંભીર રીતે ઘાયલ છે
ભારતીય ગોલ્ફર દિક્ષા ડાગરનો ભયંકર અકસ્માત થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પેરિસમાં કાર અકસ્માતનો શિકાર બની છે. તેના શરીર પર ઈજાના નિશાન છે પરંતુ તેને ગંભીર ઈજા નથી. તેની માતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. દીક્ષા ડાગર 7 ઓગસ્ટથી શરૂ થનારી મહિલા ગોલ્ફ સ્પર્ધામાં ભાગ લેવા પેરિસ પહોંચી હતી. હાલમાં એક જ સમાચાર સામે આવ્યા છે કે દીક્ષાની હાલત સ્થિર છે, પરંતુ તેની માતા ગંભીર રીતે ઘાયલ છે.
સૂત્રો મુજબ દિક્ષાનો અકસ્માત 30મી જુલાઈની સાંજે થયો હતો. આ અકસ્માત થયો ત્યારે દિક્ષાના પરિવારના 4 લોકો કારમાં મુસાફરી કરી રહ્યા હતા. હરિયાણાના ઝજ્જર જિલ્લામાંથી આવનારી 23 વર્ષીય દિક્ષાએ 2019 માં તેના વ્યાવસાયિક ગોલ્ફ કરિયરની શરૂઆત કરી. તમને જણાવી દઈએ કે વર્લ્ડ રેન્કિંગના આધારે તેને ક્વોટા સિસ્ટમ હેઠળ પેરિસ ઓલિમ્પિક 2024માં સીધી એન્ટ્રી મળી હતી. આ પહેલીવાર નથી જ્યારે દીક્ષા ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લઈ રહી છે. તે 2020 ટોક્યો ઓલિમ્પિકમાં સંયુક્ત રીતે 50માં સ્થાને રહી હતી.













