• થોડા દિવસો પહેલા વિરાટ વિશે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો હતો
  • ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એરોન ફિન્ચે અહેવાલ પર કર્યો ખુલાસો 
  • વિરાટ કોહલીને વિશે બધા જે વાતો કરી રહ્યાં છે તે બકવાસ છે

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટસમેન વિરાટ કોહલી ભારતના સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાંથી એક છે. થોડા દિવસો પહેલા વિરાટ વિશે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો હતો કે વિરાટ કોહલીને T20 વર્લ્ડ કપ 2024માં સ્થાન નહીં મળે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એરોન ફિન્ચ આ બધી બાબતોથી ખુશ નથી. ફિન્ચે કહ્યું છે કે શા માટે વિશ્વ કપ માટે વિરાટ કોહલી વિશે ચર્ચા થઈ રહી છે.એરોન ફિન્ચે એક ઇન્ટરવ્યું દરમિયાન કહ્યું,મને સમજાતું નથી કે જ્યારે ICC ઇવેન્ટ આવી રહી છે ત્યારે લોકો વિરાટ કોહલી વિશે કેમ વાત કરી રહ્યા છે. જો વિરાટ કોહલીને ટીમમાં સ્થાન મળશે કે નહીં તે નક્કી નથી. તો આ સૌથી મોટી બકવાસ છે. મેં આ ઘણી વખત સાંભળ્યું છે. આ ખરેખર બકવાસ છે.

વિરાટ ફોર્મમાં છે

હોળીના દિવસે પંજાબ કિંગ્સ સામે રમવા આવેલા વિરાટ કોહલીએ આ મેચને યાદગાર બનાવી હતી. પંજાબ સામેની આ મેચમાં વિરાટે કુલ 77 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 49 બોલનો સામનો કર્યો હતો. વિરાટે પોતાની ઇનિંગ દરમિયાન 11 ફોર અને 2 સિક્સર પણ ફટકારી હતી. વિરાટનું ફોર્મ જોઈને લાગે છે કે તે આગામી ટી20 વર્લ્ડ કપમાં રમવા માટે તૈયાર છે. તેને ટીમમાં પસંદ ન કરવો એ પસંદગીકારોની સૌથી મોટી ભૂલ હોઈ શકે છે.

વિરાટની T20 કારકિર્દી

વિરાટ કોહલીએ ભારત માટે અત્યાર સુધીમાં કુલ 117 T20 મેચ રમી છે. આ દરમિયાન તેના બેટથી 2922 રન થયા છે. T20 ઈન્ટરનેશનલમાં વિરાટનો સ્ટ્રાઈક રેટ 138 છે. તે જ સમયે, સરેરાશ 51 ની આસપાસ રહે છે. વિરાટે અફઘાનિસ્તાન સામે T20 ઈન્ટરનેશનલમાં પોતાની એકમાત્ર સદી ફટકારી છે.

  • Follow us on: