• IPL 2024ને લઈ RCBની તૈયારી શરૂ
  • RCBએ કોચિંગ સ્ટાફમાં ફેરફાર કર્યો
  • એબી ડિવિલિયર્સ બની શકે RCBનો ભાગ

IPL 2024ને લઈ રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે. RCBએ પોતાના કોચિંગ સ્ટાફમાં ફેરફાર કરીને એન્ડી ફ્લારને પોતાની ટીમના મુખ્ય કોચ બનાવ્યા છે. સાથે હવે એવા સમાચાર આવી રહ્યા છે કે, ટીમ સાથે પૂર્વ દિગ્ગજ ખેલાડી એબી ડિવિલિયર્સ જોડાઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, RCB એબી ડિવિલિયર્સને મેન્ટર તરીકે ટીમમાં લાવશે.

સંજય બાંગર સાથે કરાર ખતમ કર્યો

RCBએ પોતાના કોચિંગ સ્ટાફના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ ઓપરેશંસ માઈક હેસનનો કાર્યકાળ આગળ ન વધારવાનો નિર્ણય લીધો છે. તેમનો કાર્યકાળ 31 ઓગસ્ટે પૂર્ણ થશે. જેથી ટીમે મુખ્ય કોચની જવાબદારી નિભાવનારા સંજય બાંગર સાથે પોતાનો કરાર ખતમ કર્યો છે.

એક પણ સિઝન ન જીત્યું RCB

ફાફ ડૂ પ્લેસિસના નૈતૃત્વમાં RCB IPLના 16માં સિઝનમાં પ્લેઓફ માટે પણ ક્વોલીફાઈ થઈ નહતી. અત્યાર સુધી એક પણ IPL ખિતાબ ન જીતનારી RCB ટીમમાં મોટા-મોટા ખેલાડીઓ રમતા જોવા મળ્યા છે, પરંતુ ટીમનું પ્રદર્શન પ્રત્યેક સિઝનમાં આશા અનુસાર જોવા મળ્યું નથી.

એબી ડિવિલિયર્સનો RCB સાથે ખાસ લગાવ

એબી ડિવિલિયર્સનો RCB સાથે એક ખાસ લગાવ IPLમાં રહ્યો છે. તે આ ફ્રેંચાઈઝી માટે લાંબા સમય સુધી રમ્યા છે. જેથી ફેન્સ તેમની વાપસીના સમાચારને લઈ ખુશ થયા છે. એબી ડિવિલિયર્સ IPLમાં માત્ર 2 ટીમ માટે રમ્યા છે. જેમાં એક દિલ્લી કેપિટલ્સ અને બીજી રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ છે. RCB માટે ડિવિલિયર્સ 156 મેચ રમ્યા છે. જેમાં તેમણે 4 હજાર 491 રન બનાવ્યા છે. જેમાં 2 સદી અને 37 ફિફ્ટી સામેલ છે.

  • Follow us on: