• ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની T20 સિરીઝ
  • અભિષેક શર્મા આ સિરીઝમાં T20Iમાં કર્યું ડેબ્યૂ
  • અભિષેક શર્મા મહાન ખેલાડીઓના ક્લબમાં થયો સામેલ

ઝિમ્બાબ્વેનો પ્રવાસ ભારતીય ટીમ માટે અત્યાર સુધી ઘણો સફળ રહ્યો છે, જેમાં તેણે સિરીઝની ચોથી T20 મેચ 10 વિકેટથી જીતી લીધી છે અને 5 મેચની આ સિરીઝમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. શુભમન ગિલની કેપ્ટન્સીમાં આ પ્રવાસ પર યુવા ભારતીય ટીમ મોકલવામાં આવી હતી, જેમાં IPL 2024માં શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓને પણ તક આપવામાં આવી હતી અને તેમાં એક નામ 23 વર્ષના યુવા ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માનું પણ હતું.

આ કારનામું કરનારો પ્રથમ ભારતીય

અભિષેક શર્માને આ T20 સિરીઝની પ્રથમ મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી, પરંતુ તે શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી બીજી મેચમાં તેણે પોતાની પ્રતિભા બતાવી અને શાનદાર સદીની ઇનિંગ રમી હતી. આ સિવાય ચોથી T20 મેચમાં ભલે અભિષેકને બેટિંગ કરવાની તક ન મળી, પરંતુ તેણે બોલિંગમાં એક વિકેટ લીધી હતી.

આ સાથે અભિષેક T20 ઈન્ટરનેશનલમાં પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે જેણે એક જ સિરીઝમાં સદી ફટકારવાનો અને વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ કિસ્સામાં, અભિષેક ઓલ ટાઈમ મહાન ખેલાડીઓ લાલા અમરનાથ અને કપિલ દેવના ખાસ ક્લબનો પણ ભાગ બની ગયો છે.

એક જ સિરીઝમાં સદી અને એક વિકેટ લેવાની સિદ્ધિ મેળવનાર ખેલાડી.

  • લાલા અમરનાથ - ટેસ્ટ (1933માં ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે 3 મેચની ટેસ્ટ સિરીઝ)
  • કપિલ દેવ - ODI (1983 ODI વર્લ્ડકપ)
  • અભિષેક શર્મા - T20 (વર્ષ 2024, ભારતીય ટીમનો ઝિમ્બાબ્વે પ્રવાસ)

  • Follow us on: