• અફઘાનિસ્તાને સુપર 8 મેચમાં બાંગ્લાદેશને હરાવીને ઈતિહાસ રચ્યો
  • બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા ટી-20 વર્લ્ડકપમાંથી બહાર થયા
  • એડમ ઝમ્પાએ અફઘાનિસ્તાન પર લગાવ્યા ચિટીંગના આરોપ!

અફઘાનિસ્તાને ICC T20 વર્લ્ડકપ 2024ની છેલ્લી સુપર 8 મેચમાં બાંગ્લાદેશને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. બાંગ્લાદેશ સામે 8 રને જીત મેળવીને અફઘાન ટીમ T20 વર્લ્ડકપની સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ જીત સાથે બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા ટી-20 વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયા હતા. જો કે, અફઘાનિસ્તાનની જીતને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર એડમ ઝમ્પાએ એક જ ઈશારામાં અફઘાન ટીમ પર ચિટીંગનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે.

અફઘાનિસ્તાન પર લાગ્યા ચિટીંગના આરોપ

બાંગ્લાદેશની ઇનિંગ દરમિયાન, 12મી ઓવરમાં અચાનક વરસાદ શરૂ થયો. આ દરમિયાન અફઘાનિસ્તાનના હેડ જોનાથન ટ્રોટે પોતાની ટીમના ખેલાડીઓને મેચ ધીમી કરવાનો સંકેત આપ્યો હતો. નૂર અહેમદ બોલિંગ કરી રહ્યો હતો અને તેણે ચાર બોલ ફેંક્યા હતા. પરંતુ તે પાંચમો બોલ ફેંકે તે પહેલા જ સ્લિપમાં ઉભેલા ગુલબદ્દીન નઇબ અચાનક નીચે પડી ગયા હતા. તે પગ પકડીને બેસી ગયો. ગુલબદ્દીન નઇબ પર ફેક ઈજાનો આરોપ છે. એડમ ઝમ્પાનું માનવું છે કે તેણે આ બધું મેચ રોકવા માટે કર્યું હતું. જો કે કોમેન્ટ્રી કરી રહેલા સિમોન ડોલ પણ આના પર સવાલ ઉઠાવતા જોવા મળ્યા હતા. ગુલબદ્દીન નીચે પડતાની સાથે જ અફઘાનિસ્તાનનો ફિઝિયો મેદાન પર આવ્યો અને પછી વરસાદને કારણે મેચ બંધ થઈ ગઈ. આ સમય સુધી બાંગ્લાદેશ ડકવર્થ લુઈસ નિયમ મુજબ પાછળ હતું.



એડમ ઝમ્પાએ ઉઠાવ્યા સવાલ

વરસાદ બંધ થતાં ગુલબદ્દીન નઇબ ફરીથી મેદાનમાં આવ્યો અને બોલિંગ પણ કરી. એટલું જ નહીં જ્યારે અફઘાનિસ્તાન જીત્યું ત્યારે તે મેદાન પર સૌથી ઝડપી દોડી રહ્યો હતો. આ જ કારણ છે કે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ અને સમર્થકો આ અંગે નારાજ છે. રસપ્રદ વાત એ છે કે જ્યારે ગુલબદ્દીન નઇબ મેદાન પર આ બધું કરી રહ્યો હતો ત્યારે કેપ્ટન રાશિદ ખાન પણ તેની સાથે નારાજ દેખાયા હતા. જોકે, બાદમાં તે કહેતો જોવા મળ્યો હતો કે ગુલબદ્દીન નઇબના કારણે મેચમાં કોઈ અસર થઈ નથી. પરંતુ જો ગુલબદીને બનાવટી ઈજા કરી હોય તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે.


  • Follow us on: