• T20 વર્લ્ડકપ 2024નો સુપર 8 તબક્કો સમાપ્ત થઇ ગયો
  • ઓસ્ટ્રેલિયાનું સેમીફાઈનલ રમવાનું સપનું ચકનાચૂર થયું
  • નજીબ ઝદરાને પેટ કમિન્સ પર નિશાન સાધ્યું

ક્રિકેટના મહાકુંભ એટલે કે T20 વર્લ્ડકપ 2024નો સુપર 8 તબક્કો સમાપ્ત થઇ ગયો છે. અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 8 રનથી હરાવ્યું છે. આ રીતે રાશિદ ખાનના નેતૃત્વમાં અફઘાનિસ્તાનની ટીમ સેમી ફાઇનલમાં પહોંચી હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયાનું સેમીફાઈનલ રમવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. વાસ્તવમાં ઓસ્ટ્રેલિયાના દૃષ્ટિકોણથી બાંગ્લાદેશ માટે જીતવું જરૂરી હતું. જો બાંગ્લાદેશ જીતવામાં સફળ થયું હોત તો ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં પહોંચી ગયું હોત, પરંતુ એવું થયું નહીં.

આ 4 ટીમો સેમિફાઇનલમાં પહોંચી

ભારત ઉપરાંત ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાને સેમીફાઈનલમાં જગ્યા બનાવી હતી. હવે ભારતીય ટીમનો મુકાબલો સેમિફાઈનલમાં જોસ બટલરની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડ સામે થશે જ્યારે અફઘાન ટીમનો સામનો દક્ષિણ આફ્રિકાના પડકારનો સામનો કરવો પડશે.

અફઘાન ક્રિકેટર નજીબ ઝદરાને ઓસ્ટ્રેલિયાને માર્યો ટોણો

જોકે બાંગ્લાદેશ સામે અફઘાનિસ્તાનની જીત બાદ અફઘાનિસ્તાનના ક્રિકેટર નજીબ ઝદરાનની પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. નજીબ ઝદરને ઓસ્ટ્રેલિયા અને પેટ કમિન્સ પર નિશાન સાધ્યું છે. તાજેતરમાં, એક ઇન્ટરવ્યુમાં પેટ કમિન્સને પૂછવામાં આવ્યું હતું કે T20 વર્લ્ડકપ સેમિફાઇનલ રમી રહેલી ટોપ-4 ટીમો કોણ હશે? તેના જવાબમાં તેણે કહ્યું કે ઓસ્ટ્રેલિયા ચોક્કસપણે ત્યાં હશે, તમે અન્ય 3 ટીમો કોઇ પણ હોય... હવે નજીબ ઝદરાને પેટ કમિન્સ અને ઓસ્ટ્રેલિયાની મજી લીધી છે.


નજીબ ઝરદાને કમિન્સને કર્યો ટ્રોલ

નજીબ ઝાદરાને પોસ્ટમાં પેટ કમિન્સના શબ્દોને કટાક્ષ રીતે પુનરાવર્તિત કર્યા છે. જો કે નજીબ ઝદરાનની પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.


બાંગ્લાદેશને હરાવી સેમિફાનલમાં પહોંચ્યું અફઘાનિસ્તાન

તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 8 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા આવેલા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 5 વિકેટે 115 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશ 17.5 ઓવરમાં 105 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. વરસાદના કારણે બાંગ્લાદેશને 19 ઓવરમાં 114 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ તે 8 રનથી પાછળ રહી ગયું હતું.

  • Follow us on: