- ભારત ઓસ્ટ્રેલિયાને હરાવીને સેમિફાઈનલમાં પહોંચ્યું
- સેમિફાઈનલમાં ભારતની ટક્કર ઈંગ્લેન્ડ સામે થશે
- સેમિફાઈનલ મેચ પહેલા રોહિતે જણાવી રણનીતિ
ટીમ ઈન્ડિયાએ તેની છેલ્લી સુપર-8 મેચમાં ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવીને સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ કરી લીધું છે. ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. અત્યાર સુધી ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં પ્રવેશવા ઈચ્છશે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પણ સેમીફાઈનલને લઈને પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે.
રોહત શર્માનું મોટું નિવેદન
ઓસ્ટ્રેલિયા સામેની મેચ જીત્યા બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે એક ટીમ તરીકે અમે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું. અમે જે કરવા માગતા હતા તે બધું અમે કર્યું. જેના કારણે ટીમને સારો આત્મવિશ્વાસ મળ્યો છે. અમે સેમીફાઈનલમાં કંઈ અલગ કરવા નથી ઈચ્છતા, અમારે સમજવું પડશે કે દરેક ખેલાડીએ શું કરવાનું છે અને કેવું પ્રદર્શન કરવું જોઈએ. દરેકને મુક્તપણે રમવાનું છે, આગળ શું થશે તે વિચારવાની જરૂર નથી. અમે વિપક્ષી ટીમ વિશે બિલકુલ વિચારતા નથી અને ભવિષ્યમાં પણ આવું જ કરીશું. તે ઈંગ્લેન્ડ સાથે સારી મેચ બનવા જઈ રહી છે અને આ મેચમાં પણ એક ટીમ તરીકે અમારા માટે કંઈ બદલાશે નહીં.
રોહિતે ઓસ્ટ્રેલિયા સામે શાનદાર ઇનિંગ રમી હતી
ઓસ્ટ્રેલિયાના બોલરોએ કેપ્ટન રોહિત શર્માને ખરાબ રીતે પરાસ્ત કર્યા હતા. રોહિતે આ મેચમાં ઓસ્ટ્રેલિયાના સૌથી સિનિયર અને ખતરનાક બોલર મિચેલ સ્ટાર્કને છોડ્યો ન હતો. આક્રમક બેટિંગ કરતા હિટમેને માત્ર 41 બોલમાં 92 રનની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન રોહિતે 7 ફોર અને 8 શાનદાર સિક્સર ફટકારી હતી. જેના કારણે ટીમ 200થી વધુ રન બનાવી શકી હતી. તેના શાનદાર પ્રદર્શનના કારણે રોહિતને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો.