- T20 વર્લ્ડકપ અફઘાનિસ્તાન ક્રિકેટરનો મોટો નિર્ણય
- સ્ટાર ખેલાડી નૂર અલી ઝદરાને નિવૃત્તિની જાહેરાત કરી
- આયર્લેન્ડ સામેની સીરિઝ વચ્ચે અચાનક નિવૃત્તિ જાહેર કરી
T20 વર્લ્ડકપ 2024 પહેલા અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના કરોડો ફેન્સને જોરદાર આંચકો લાગ્યો છે. વર્લ્ડકપ પહેલા જ એક મોટા ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. આયર્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝ વચ્ચે અફઘાનિસ્તાનના સ્ટાર ખેલાડીએ અચાનક નિવૃત્તિ જાહેર કરી દીધી છે. તેના ચાહકો આ વાત પર વિશ્વાસ કરી શકતા નથી. તે એક શાનદાર ખેલાડી છે અને T20 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાન માટે વધુ સારું યોગદાન આપી શક્યો હોત. સ્ટારની નિવૃત્તિ બાદ અફઘાનિસ્તાનના અન્ય ખેલાડીઓએ તેને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.
આયર્લેન્ડ સામેની સીરિઝ પહેલા મોટો નિર્ણય
અફઘાનિસ્તાન અને આયર્લેન્ડ વચ્ચે 3 મેચની ODI સિરીઝ રમાઈ રહી છે. આ સીરીઝની શરૂઆત પહેલા જ અફઘાનિસ્તાનના સ્ટાર ખેલાડી નૂર અલી ઝદરાને નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. 7 માર્ચે અફઘાનિસ્તાન અને આયર્લેન્ડ વચ્ચેની પ્રથમ ODI ની શરૂઆત પહેલા ખેલાડીએ નિવૃત્તિ લીધી હતી. જેના કારણે સ્ટેડિયમમાં બેઠેલા હજારો ચાહકોની આંખો ભીની થઈ ગઈ હતી. અફઘાનિસ્તાનના તમામ ખેલાડીઓએ નૂર અલીનું ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન કર્યું હતું. તે T20 વર્લ્ડકપ 2024 માટે પણ સારો વિકલ્પ બની શક્યો હોત, પરંતુ ખેલાડીએ નિવૃત્તિ લઈ લીધી છે.
કેવી રહી છે ખેલાડીની ક્રિકેટ કારકિર્દી?
તમને જણાવી દઈએ કે નૂર અલી ઝદરાનનું ક્રિકેટ કરિયર પણ ઘણું શાનદાર રહ્યું છે. તે જમણા હાથનો બેટ્સમેન છે. તેણે અફઘાનિસ્તાન માટે 51 વનડે મેચ રમી છે. આ દરમિયાન તેણે 7 ફિફ્ટી અને એક સદીની મદદથી 1216 રન બનાવ્યા હતા. આ સિવાય આ ખેલાડીએ 22 T20 મેચ પણ રમી છે. આ દરમિયાન તેણે 4 ફિફ્ટીની મદદથી 586 રન બનાવ્યા છે. આ ખેલાડીએ માત્ર 2 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેણે 117 રન બનાવ્યા હતા. આ શાનદાર કારકિર્દી સાથે આ ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી છે.