• અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે ICC ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે
  • T20 વર્લ્ડકપ 2024ની સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી
  • અફઘાનિસ્તાનની ટીમ ન્યુઝીલેન્ડ સામે નોઈડામાં એક ટેસ્ટ મેચ રમશે

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે તાજેતરના સમયમાં તેના પ્રદર્શનમાં ઘણો સુધારો કર્યો છે. આ ટીમે 2023ના ODI વર્લ્ડકપમાં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમોને હરાવી હતી. આ પછી, T20 વર્લ્ડકપ 2024ની સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી. મર્યાદિત ઓવરોના ફોર્મેટ બાદ હવે અફઘાનિસ્તાનની ટીમ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ક્ષમતા સાબિત કરવા માટે તૈયાર છે. અફઘાન ટીમને તેની એકમાત્ર ટેસ્ટ મેચ ન્યુઝીલેન્ડ સામે નોઈડામાં રમવાની છે. આ માટે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ ભારત પહોંચી ગઈ છે.

ચાહકો મફતમાં મેચ જોઈ શકશે

ભારતીય ચાહકો માટે સારા સમાચાર છે. તમે સ્ટેડિયમમાં જઈને અફઘાનિસ્તાન વિ ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ મફતમાં જોઈ શકો છો. આ માટે ચાહકોએ રજીસ્ટ્રેશન કરાવવું પડશે. નોઈડા, ગ્રેટર નોઈડામાં અને સ્ટેડિયમની બહાર રજીસ્ટ્રેશન કાઉન્ટર ખોલવામાં આવશે. જ્યાં ચાહકો પોતાની નોંધણી કરાવી શકે છે, ટિકિટ મેળવી શકે છે અને મફતમાં મેચ જોઈ શકે છે. રજીસ્ટ્રેશન કઇ તારીખથી શરૂ થશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.

અફઘાનિસ્તાને અત્યાર સુધીમાં કુલ 9 ટેસ્ટ મેચ રમી છે

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે વર્ષ 2018માં ભારત સામે તેની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. ત્યારથી, ટીમે 9 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી તેણે ત્રણમાં જીત મેળવી છે અને 6 મેચ હારી છે. અફઘાન ટીમ પ્રથમ વખત ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ મેચ રમશે. ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચ માટે અફઘાનિસ્તાનની પ્રાથમિક ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં સ્ટાર ખેલાડી રાશિદ ખાનને સ્થાન મળ્યું નથી. કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

અફઘાનિસ્તાનની ટીમ:

હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), ઇબ્રાહિમ ઝદરાન, રિયાઝ હસન, અબ્દુલ મલિક, રહેમત શાહ, બહીર શાહ મહેબૂબ, ઇકરામ અલીખેલ (વિકેટકીપર), શાહિદુલ્લા કમાલ, ગુલબદ્દીન નઈબ, અફસર ઝાઝાઇ (વિકેટકીપર), અઝમતુલ્લાહ ઉમરઝાઇ, ઝિયાઉર રહેમાન અકબર, શમસુર રહેમાન. કૈસ અહેમદ, ઝહીર ખાન, નિજાત મસૂદ, ફરીદ અહેમદ મલિક, નવીદ ઝદરાન, ખલીલ અહેમદ અને યામા આરબ.

  • Follow us on: