વિરાટ કોહલી માત્ર ભારતના જ નહીં પરંતુ વિશ્વના સૌથી અમીર ક્રિકેટરોની યાદીમાં સામેલ છે. તેમની કુલ સંપત્તિ કોઈનાથી છુપાયેલી નથી. જો કે હવે અજય જાડેજા વિરાટ કોહલી કરતા પણ વધુ અમીર બની ગયા છે. તેમણે હવે નેટવર્થના મામલામાં વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધો છે. હાલમાં જાડેજા હવે વિરાટ કોહલી કરતા પણ વધુ અમીર બની ગયા છે.


વિરાટ કોહલી કરતા પણ અમીર થયા

તાજેતરમાં અજય જાડેજાને જામનગરના નવા જામ સાહેબ બનાવવામાં આવ્યા છે. તેઓ હવે જામનગરના નવા જામ સાહેબ તરીકે ઓળખાશે. આ પદ સંભાળ્યા બાદ જાડેજાની કુલ સંપત્તિ વધીને 1450 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જામ સાહેબ બનતા પહેલા જાડેજાની કુલ સંપત્તિ 250 કરોડ રૂપિયાની આસપાસ હતી. પરંતુ હવે તેની નેટવર્થમાં કુલ 1200 કરોડ રૂપિયાનો વધારો થયો છે. કોમેન્ટ્રી ઉપરાંત જાડેજાની આવકનો મુખ્ય સ્ત્રોત કોચિંગ હતો. પરંતુ હવે તેમનું નસીબ બદલાઈ ગયું છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિરાટ કોહલીની કુલ સંપત્તિ 1000 કરોડ રૂપિયા છે. પરંતુ જાડેજાએ કોહલીને રાતોરાત પાછળ છોડી દીધા છે.

નવા જામ સાહેબ બન્યા અજય જાડેજા

તેમની અખબારી યાદીમાં માહિતી આપતાં જામનગરના પૂર્વ જામ સાહેબ શત્રુશૈલીસિંહજીએ તેમના અનુગામી તરીકે અજય જાડેજાની પસંદગી કરી હતી. તેમણે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, 'દશેરાના આ શુભ અવસર પર, મારી બધી મૂંઝવણોનો અંત આવ્યો છે અને હું જામ સાહેબ તરીકે અજય જાડેજાને પસંદ કરું છું. હું આશા રાખું છું કે તેઓ જામનગરની જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

જાડેજાની શાનદાર કારકિર્દી

ભારત માટે 15 ટેસ્ટ મેચ રમનાર અજય જાડેજાએ વર્ષ 1992માં પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેણે ટેસ્ટમાં 26.18ની એવરેજથી 576 રન બનાવ્યા છે. 196 ODI મેચ રમનાર જાડેજાએ 37.47ની એવરેજથી 5359 રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેણે 4 અડધી સદી સિવાય 6 સદી ફટકારી છે. તેણે ભારત માટે છેલ્લી મેચ વર્ષ 2000માં રમી હતી.


  • Follow us on: