• સરફરાઝ ખાને ઈંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું
  • સરફરાઝે ડેબ્યૂ મેચમાં બંને ઈનિંગમાં ફિફ્ટી ફટકારી
  • IPL 2024ની હરાજીમાં સરફરાઝ વેચાયા વગરનો રહ્યો

સરફરાઝ ખાનને રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. સરફરાઝે કેપ્ટન રોહિતના ભરોસા પર ખરા ઉતર્યો અને બંને ઇનિંગ્સમાં ફિફ્ટી ફટકારી. આ રીતે સરફરાઝ ડેબ્યૂ મેચમાં બંને ઈનિંગમાં ફિફ્ટી ફટકારનાર ચોથો ભારતીય બન્યો છે. સરફરાઝના ડ્રીમ ડેબ્યૂ બાદ IPLની કેટલીક ટીમો તેને પોતાની ટીમમાં સામેલ કરવાની તૈયારી કરી રહી છે.

સરફરાઝે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 66 બોલમાં 9 ફોર અને એક સિક્સની મદદથી 62 રનની ઈનિંગ રમી હતી. બીજી ઇનિંગમાં સરફરાઝે 72 બોલમાં અણનમ 68 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 6 ફોર અને 3 સિક્સ ફટકારી હતી.

ટીમો કોઈપણ રકમ ચૂકવવા તૈયાર

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IPLની ત્રણ ટીમો સરફરાઝ માટે કોઈપણ રકમ ચૂકવવા તૈયાર છે. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે IPL 2024ની હરાજીમાં સરફરાઝ વેચાયા વગરનો રહ્યો હતો. છેલ્લી સિઝનમાં તે દિલ્હી તરફથી રમ્યો હતો, પરંતુ અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યો ન હતો. આવી સ્થિતિમાં ફ્રેન્ચાઇઝીએ તેને હરાજી પહેલા રિલીઝ કરી દીધો હતો.

રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ભારત માટે ડેબ્યૂ કર્યા બાદ સરફરાઝ ખાનને ખરીદવા માટે IPLની ઘણી ટીમોમાં દોડધામ ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ટીમ સરફરાઝ માટે ગમે તેટલી રકમ ચૂકવવા માટે તૈયાર છે. આવી સ્થિતિમાં, સૌથી મોટો પ્રશ્ન એ છે કે હરાજીમાં વેચાયા વગરના રહી ગયા પછી સરફરાઝ IPLમાં કેવી રીતે પ્રવેશ કરી શકે છે.

આ રીતે IPLમાં પ્રવેશી શકે છે સરફરાઝ

હવે ટીમો ટ્રેડ દ્વારા સરફરાઝને પોતાની ટીમમાં સામેલ નહીં કરી શકે, કારણ કે ટ્રેડ વિન્ડો બંધ થઈ ગઈ છે. સરફરાઝ માત્ર એક જ રીતે IPLમાં પ્રવેશી શકે છે, અને તે એ છે કે જો લીગની શરૂઆત પહેલા અથવા તે દરમિયાન કોઈપણ ટીમનો ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે, તો તે ટીમ તે ખેલાડીના સ્થાને સરફરાઝની નિમણૂક કરી શકે છે. આ સિવાય સરફરાઝ પાસે આ સિઝનમાં બીજો કોઈ વિકલ્પ નથી.

  • Follow us on: