- ભારત-પાકિસ્તનના મેચમાં વરસાદ બન્યો વિલન
- આવતીકાલે ભારત-નેપાળ આવશે આમને-સામને
- ભારત-નેપાળની મેચમાં પણ વરસાદ બનશે વિધ્ન
ભારત અને નેપાળ વચ્ચે એશિયા કપ 2023 ની પાંચમી મેચ પલ્લેકેલેમાં રમાશે. આ મેચમાં વરસાદની સંભાવના છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ વરસાદને કારણે સંપૂર્ણ રીતે રમાઈ શકી ન હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 266 રન બનાવ્યા હતા. પરંતુ આ પછી પાકિસ્તાની ટીમ બેટિંગ માટે મેદાનમાં આવી શકી ન હતી. હવે ભારત-નેપાળ મેચમાં પણ વરસાદ પડી શકે છે.
4 સપ્ટેમ્બરે પલ્લેકેલેમાં પડી શકે છે વરસાદે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે પલ્લેકલમાં દિવસની શરૂઆત હળવા વરસાદ સાથે થઈ શકે છે. સવારે 8 વાગ્યાથી વરસાદની સંભાવના છે. આ પછી મોડી રાત સુધી ઝરમર વરસાદ ચાલુ રહી શકે છે. બપોરે 2 વાગ્યે ભારે વરસાદ પડી શકે છે. ભારત અને નેપાળ વચ્ચે બપોરે 3 વાગ્યાથી મેચ રમાવાની છે. આ માટે બપોરે 2.30 કલાકે ટોસ યોજાશે. પરંતુ જો વરસાદ પડે તો ટોસમાં વિલંબ થઈ શકે છે. જો વધારે વરસાદ પડે તો મેચ રદ્દ પણ થઈ શકે છે. વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઓવરો પણ ઘટાડી શકાય છે.
ભારત-પાકિસ્તાન મેચ પણ વરસાદે ખરાબ કરી હતી
ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ પણ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી. ભારત-પાક મેચ પહેલા ભારે વરસાદ પડ્યો હતો. આ પછી ટોસ સમયે આકાશ સાફ થઈ ગયું હતું. પણ પછી વરસાદ પડ્યો. થોડા સમય માટે મેચ રોકી દેવામાં આવી હતી. આ પછી વરસાદ બંધ થઈ ગયો. આ રીતે ભારતે ઓલઆઉટ થતાં સુધીમાં 266 રન બનાવ્યા હતા. પરંતુ ઇનિંગ્સ વિરામ બાદ વરસાદ બંધ થયો ન હતો. જેના કારણે પાકિસ્તાની ખેલાડીઓ બેટિંગ માટે મેદાનમાં આવી શક્યા ન હતા.
તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ્દ થયા બાદ બંને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યા છે. પાકિસ્તાને નેપાળને હરાવીને પહેલા જ 2 પોઈન્ટ મેળવી લીધા હતા. જેથી તેણે 3 પોઈન્ટ સાથે સુપર-4માં જગ્યા બનાવી લીધી છે. સુપર-4માં પહોંચવા માટે ભારતે નેપાળને હરાવવું પડશે.