• અફઘાનિસ્તાનની વર્લ્ડ કપમાં સતત ચોથી જીત
  • અફઘાનિસ્તાને નેધરલેન્ડને 7 વિકેટે હરાવ્યું
  • જીત પર કેપ્ટન શાહિદી થયા ભાવુક

અફઘાનિસ્તાને લખનૌમાં 2023 વર્લ્ડ કપની 34મી મેચમાં નેધરલેન્ડને 7 વિકેટે હરાવ્યું. આ વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની સાત મેચમાં આ ચોથી જીત છે. આ સાથે તેની સેમીફાઈનલમાં પહોંચવાની આશા પણ વધી ગઈ છે. નેધરલેન્ડ સામેની જીત બાદ અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી ભાવુક થઈ ગયા હતા. ચાલો જાણીએ કે અફઘાનિસ્તાનની ચોથી જીત બાદ કેપ્ટને શું કહ્યું...

અફઘાન કેપ્ટન થયા ભાવુક

અફઘાનિસ્તાને આ વર્લ્ડ કપમાં સતત ત્રીજી વખત રનનો પીછો કરીને જીત મેળવી છે. મેચ બાદ અફઘાન કેપ્ટનને પૂછવામાં આવ્યું કે શું તેમણે સારી બોલિંગ કરી કે રનનો પીછો કર્યો? આના જવાબમાં તેણે કહ્યું, "હું બંને કહીશ. અમે સારી બોલિંગ કરી અને ટાર્ગેટનો પણ સારી રીતે પીછો કર્યો. આ ત્રીજી વખત છે જ્યારે અમે લક્ષ્યનો પીછો કર્યો. ખાસ કરીને આ વર્લ્ડ કપમાં. અમે પરિસ્થિતિ અને ટીમ અનુસાર રમી રહ્યા છીએ. માટે સિદ્ધિઓ હાંસેલ કરી રહ્યા છીએ."

નબી વિશે હશમતુલ્લાહ શાહિદીએ કહ્યું, "મોહમ્મદ નબી એક ખાસ ખેલાડી છે. જ્યારે પણ ટીમને તેની જરૂર હોય છે, ત્યારે તે રસ્તો બતાવે છે. અમે બધા ખૂબ જ એકજૂથ છીએ, અમે બધા જીતનો આનંદ માણી રહ્યા છીએ અને બધી ટીમ વિશે વિચારી રહ્યા છીએ."

સેમિફાઇનલ પર કેપ્ટનો આપ્યો જવાબ

સેમિફાઇનલની સંભાવનાઓ અંગે અફઘાનિસ્તાનના કેપ્ટને કહ્યું, "અમે સેમિફાઇનલમાં જગ્યા બનાવવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ. જો અમે આ કરી શકીશું તો તે અમારા માટે મોટી ઉપલબ્ધિ હશે. મેં મારી માતાને ત્રણ મહિના પહેલા ગુમાવ્યા છે તેથી મારો પરિવાર શોકમાં છે. માટે આ પહેલા અમારા દેશ માટે અને પછી મારા માટે પણ એક મોટી ઉપલબ્ધિ હશે."

મેચની સ્થિતિ રહી કંઈક આવી

લખનૌમાં રમાયેલી આ મેચમાં નેધરલેન્ડની ટીમ પહેલા રમતા 179 રન જ બનાવી શકી હતી. જવાબમાં અફઘાનિસ્તાને માત્ર 31.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ખૂબ જ સરળતાથી લક્ષ્યનો પીછો કરી લીધો હતો. આ વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનનો આ સતત ત્રીજી જીત છે. અફઘાનિસ્તાનની આ જીતના હીરો હતા કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી અને રહમત શાહ. બંનેએ ફિફ્ટી ફટકારી હતી. રહમત શાહે 52 રન બનાવ્યા હતા જ્યારે શાહિદી 56 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. આ પહેલા મોહમ્મદ નબી અને નૂર અહેમદે બોલિંગમાં અજાયબી કરી હતી.

  • Follow us on: