- T20 ક્રિકેટ વર્લ્ડકપ બાદ હવે ક્રિકેટ લીગ શરૂ થઈ ગઈ છે
- આન્દ્રે રસેલે હરિસ રઉફને ફટકાર્યો ગગનચૂંબી સિક્સ
- સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન માટે બોલિંગ કરી રહ્યો હતો હરિસ રઉફ
T20 ક્રિકેટ વર્લ્ડકપ બાદ હવે ક્રિકેટ લીગ શરૂ થઈ ગઈ છે. હાલમાં અમેરિકામાં મેજર ક્રિકેટ લીગ (MLC)ની બીજી સીઝનમાં દુનિયાભરના દિગ્ગજ ખેલાડીઓ પોતાની તાકાત બતાવી રહ્યા છે. આ લીગમાં, લોસ એન્જલસ નાઈટ રાઈડર્સ અને સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં લોસ એન્જલસના બેટ્સમેન આન્દ્રે રસેલે પાકિસ્તાની બોલરના બોલ પર એટલો ઉંચો સિક્સ ફટકાર્યો હતો કે તે હેડલાઈન્સ બની રહ્યો છે. આ પહેલા ભાગ્યે જ કોઈ સિક્સ આટલો ઊંચો ગયો હોય. આન્દ્રે રસેલનો આ છગ્ગો સ્ટેડિયમની બહાર પડ્યો હતો.
પાકિસ્તાની બોલરની કરી ધુલાઇ
પાકિસ્તાનનો ફાસ્ટ બોલર હરિસ રઉફ 7 જુલાઈના રોજ મેજર ક્રિકેટ લીગમાં સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન માટે બોલિંગ કરી રહ્યો હતો. જ્યારે આન્દ્રે રસેલ 30 રનના સ્કોર પર હતો ત્યારે તેણે હરિસ રઉફના બોલ પર સિક્સર ફટકારી હતી. આ સિક્સરને ક્રિકેટની દુનિયામાં સૌથી વધુ સિક્સ માનવામાં આવે છે.
બોલ સ્ટેડિયમની બહાર ગયો
આન્દ્રે રસેલનો આ છગ્ગો 351 ફૂટની ઊંચાઈએ પહોંચ્યો હતો અને 107 મીટરની લંબાઇને કવર કરી હતી. રસેલે પોતાની ઇનિંગમાં 3 સિક્સર ફટકારી હતી. અને 25 બોલમાં 40 રનની અણનમ ઇનિંગ રમી હતી.
રસેલની ટીમ હારી ગઈ
આન્દ્રે રસેલે ચોક્કસપણે ગગનચુંબી છગ્ગા ફટકારીને ટીમ માટે શાનદાર ઇનિંગ રમી હતી પરંતુ આ મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં પ્રથમ રમતા લોસ એન્જલસ નાઈટ રાઈડર્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. આ ટાર્ગેટ સેમ ફ્રાન્સિસ્કો યુનિકોર્ને માત્ર 15.2 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.