• ICCએ જસપ્રીત બુમરાહને આપ્યું વિશેષ સન્માન
  • જૂન મહિના માટે પ્લેયર ઓફ ધ મન્થ તરીકે પસંદ કર્યો
  • વર્લ્ડકપમાં બુમરાહ પ્લેયર ઓફ ટુર્નામેન્ટ તરીકે પસંદ કર્યો

T20 વર્લ્ડકપ 2024માં પોતાના શાનદાર પ્રદર્શનથી પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ જીતનાર અને ભારતીય ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ICC દ્વારા વિશેષ સન્માન આપવામાં આવ્યું છે. ICCએ જસપ્રીત બુમરાહને જૂન મહિના માટે પ્લેયર ઓફ ધ મન્થ તરીકે પસંદ કર્યો છે.

કેવું રહ્યું જસપ્રિત બુમરાહનું પ્રદર્શન?

જ્યારે ભારતે T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યો ત્યારે ટીમના મુખ્ય બોલર જસપ્રિત બુમરાહે તેમાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. જસપ્રીત બુમરાહ આ ટૂર્નામેન્ટ દરમિયાન વિકેટ લઈ રહ્યો હતો જ્યારે ટીમને સૌથી વધુ વિકેટની જરૂર હતી. બુમરાહે ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન સામે હારેલી મેચ અને ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકા સામે ટીમને વાપસી કરાવી હતી. જસપ્રીત બુમરાહે આખી ટુર્નામેન્ટમાં કુલ 8 મેચ રમી હતી, જેમાં તેણે 4.17ની ઈકોનોમી સાથે 15 વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શનના કારણે જસપ્રીત બુમરાહને ટુર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી પણ પસંદ કરવામાં આવ્યો હતો.


  • Follow us on: