• ઈંગ્લેન્ડે બેઝબોલ શૈલીમાં સતત 7 સીરિઝ જીતી
  • ઈંગ્લેન્ડની ભારત સામે 8મી સીરિઝમાં કારમી હાર
  • ભારતમાં ઈંગ્લેન્ડનો મિડલ ઓર્ડર સંપૂર્ણ નિષ્ફળ

બ્રેન્ડન મેક્કુલમ અને બેન સ્ટોક્સની કોચ અને કેપ્ટન જોડીનો વિજય રથ આખરે ભારતમાં થંભી ગયો હતો. જ્યારથી આ બંનેએ ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમની કમાન સંભાળી છે, ત્યારથી તેઓ ભારત આવ્યા ત્યાં સુધી તેઓએ એક પણ સીરિઝ ગુમાવી નથી. ઈંગ્લેન્ડે બેઝબોલ શૈલીમાં સતત 7 સીરિઝમાં જીત મેળવી હતી. પરંતુ 8મી સીરિઝમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતમાં બેઝબોલનો ફિયાસ્કો

ક્રિકેટના નિષ્ણાતો પહેલાથી જ ઇંગ્લિશ ટીમને ભારતમાં બેઝબોલની સફળતા અંગે આત્મવિશ્વાસ ન રાખવાની ચેતવણી આપી રહ્યા હતા. અને અંતે આવું જ થયું. ઈંગ્લેન્ડને તેની બેઝબોલ શૈલીમાં રમવા છતાં સીરિઝ ગુમાવવી પડી હતી. જો કે અનિલ કુંબલેનું માનવું છે કે ઈંગ્લેન્ડની હાર માત્ર બેઝબોલના કારણે નથી થઈ પરંતુ તેની પાછળ અન્ય ઘણા કારણો હતા. તેણે આ માટે ઈંગ્લેન્ડના બોલિંગ આક્રમણને મહત્વનું કારણ ગણાવ્યું હતું. તેણે એમ પણ કહ્યું કે બેઝબોલ હોય કે અન્ય કંઈપણ, ભારતને ઘરઆંગણે હરાવવું સરળ કામ નથી.

'ભારતમાં જીતવું સરળ નથી'

અનિલ કુંબલેએ કહ્યું, 'જ્યારથી ઇંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવી છે ત્યારથી પડકાર સ્પષ્ટ હતો કે ભારતમાં જીતવું સરળ નથી. બેઝબોલ અથવા તમે ગમે તે બોલ કહો... પરંતુ ભારતને ઘરઆંગણે હરાવવું સરળ નથી. ભારતીય ટીમ હંમેશા હોમ ગ્રાઉન્ડ પર વર્ચસ્વ ધરાવતી રહી છે. છેલ્લા એક દાયકામાં ભારત ઘરઆંગણે ક્યારેય સીરિઝ હાર્યું નથી. તેઓ જાણતા હતા કે જો તેઓ જીતવા માંગતા હોય તો કંઈક અલગ કરવું પડશે પરંતુ તેમનું બોલિંગ આક્રમણ એવું ન હતું કે તેઓ ભારતીય બેટિંગને ભેદી શકે.

મિડલ ઓર્ડરના બેટ્સમેન પણ ફ્લોપ

કુંબલેએ કહ્યું, 'જ્યારે તેમને ખબર પડી કે ભારતના કેટલાક સિનિયર ખેલાડીઓ આ સિરીઝમાં ઉપલબ્ધ નહીં હોય, ત્યારે ટીમ ઈન્ડિયાની બિનઅનુભવી બેટિંગ લાઇન-અપને કારણે ઇંગ્લેન્ડને તક મળી હતી, પરંતુ ઈંગ્લેન્ડના મિડલ ઓર્ડરમાં સિનિયર બેટ્સમેનો હતા. તેઓ સતત નિષ્ફળ રહ્યા હતા. બેન સ્ટોક્સ, જોની બેરસ્ટો અને રાંચી ટેસ્ટને સિવાય જો રૂટ પણ બેટિંગમાં ફાળો આપી શક્યો ન હતો.

  • Follow us on: