• ભારતની મનુ ભાકેર પેરિસ ઓલિમ્પિકમાં રચ્યો ઇતિહાસ
  • પેરિસ ઓલિમ્પિકની 10 મીટર એર પિસ્તોલમાં ત્રીજા સ્થાને રહી
  • 20 વર્ષ પછી ભારતીય મહિલા શૂટરે ઓલિમ્પિક ફાઇનલમાં જગ્યા બનાવી

ભારતની મનુ ભાકેર પેરિસ ઓલિમ્પિકની 10 મીટર એર પિસ્તોલ મહિલા ઈવેન્ટમાં ત્રીજા સ્થાને રહી હતી. આ રીતે તેણીએ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સિવાય ભારતની બીજી શૂટર રિદિમા સાંગવાન 15માં સ્થાને રહી. આ સાથે મનુ ભાકરે ઈતિહાસ રચ્યો છે.

20 વર્ષ પછી ભારતીયે બનાવી ફાઇનલમાં જગ્યા

ઉલ્લેખનિય છેકે 20 વર્ષ પછી એક ભારતીય મહિલા શૂટર ઓલિમ્પિક ફાઇનલમાં જગ્યા બનાવી છે. આ પહેલા સુમા શિરુર છેલ્લે એથેન્સ ઓલિમ્પિક 2004માં 10 મીટર એર પિસ્તોલ મહિલા ઈવેન્ટની ફાઇનલમાં પહોંચી હતી. આ પછી 20 વર્ષ સુધી કોઈપણ ભારતીય મહિલા શૂટર ઓલિમ્પિક ફાઇનલમાં જગ્યા બનાવી શકી ન હતી.


મનુ ભાકર પાસેથી મેડલની આશા

મનુ ભાકરે ક્વોલિફિકેશન રાઉન્ડમાં 580-27x સ્કોર કર્યો. જ્યારે, રિધમ સાંગવાને 573-14x સ્કોર કર્યો. ફાઈનલ રવિવારે ભારતીય સમય અનુસાર બપોરે 3.30 કલાકે રમાશે. જોકે, ભારતીય ચાહકો મનુ ભાકર પાસેથી મેડલની અપેક્ષા રાખી રહ્યા છે. આ ફાઇનલમાં 3 ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ માટે 8 શૂટર્સ વચ્ચે મુકાબલો થશે.

આ શૂટર્સે ફાઇનલમાં જગ્યા બનાવી

હંગેરીની વેરોનિકા મેજર 582-22x પોઈન્ટ સાથે ટોચ પર છે. જ્યારે દક્ષિણ કોરિયાના જિન યે ઓહ 582-20x પોઈન્ટ સાથે બીજા ક્રમે રહ્યા હતા. જ્યારે, ભારતની મનુ ભાકરે 6 પ્રયાસોમાં 97, 97, 98, 96, 96 અને 96 રન બનાવ્યા હતા. આ સિવાય વિયેતનામના વિન્હ થુ ટ્રિન્હ, દક્ષિણ કોરિયાના યેજી કિમ, ચીનના ઝુ લી, તુર્કીના ઈલૈડા સેવલ તરહાન અને ચીનના રેનક્સિન જિયાંગ ફાઈનલ માટે ક્વોલિફાઈ કરવામાં સફળ રહ્યા હતા.

  • Follow us on: