- પેરિસ ઓલિમ્પિક્સ 2024ની શરૂઆત ઓપનિંગ સેરેમની સાથે થઈ
- ઓપનિંગ સેરેમની સીન નદી પર આયોજિત કરવામાં આવી હતી
- પહેલીવાર ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનૂી મેદાનની બહાર યોજાઈ
પેરિસ ઓલિમ્પિક્સ 2024ની શરૂઆત સીન નદી પર આયોજિત ઐતિહાસિક ઓપનિંગ સેરેમની સાથે થઈ છે. આ પહેલો પ્રસંગ હતો જ્યારે ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનૂી મેદાનની બહાર યોજાઈ હતી.આ ઓપનિંગ સેરેમનીમાં પોપ સ્ટાર લેડી ગાગા, આયા નાકામુકા જેવા સુપર સ્ટાર્સ પરફોર્મ કરતા જોવા મળ્યા હતા. તે જ સમયે, 6 કિલોમીટર લાંબી પરેડ ઓફ નેશન્સમાં 94 બોટમાં 206 દેશોના 6500થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન નાઇજિરિયન દેશાના કેટલાક ખેલાડીઓને બોટમાં ચઢતા અટકાવવામાં આવ્યા હતા.
આ ખેલાડીઓ ઓપનિંગ સેરેમની પરેડમાં ના મળી એન્ટ્રી
આ પરેડમાં પ્રથમ ગ્રીસની ટુકડીની બોટ રાખવામાં આવી હતી, કારણ કે ગ્રીસમાં પ્રાચીન અને આધુનિક ઓલિમ્પિક રમતોની શરૂઆત થઈ હતી. તે જ સમયે, ફ્રાન્સ યજમાન હોવાના કારણે તેમની બોટ છેલ્લે રાખવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન નાઇજિરિયન મહિલા બાસ્કેટબોલ ટીમને પેરિસ ઓલિમ્પિકના ઓપનિંગ સેરેમની માટે ડેલિગેશન બોટમાં બેસવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
એન્ટ્રી ના આપવાનું કારણ સામે આવ્યું
અહેવાલો અનુસાર, નાઇજિરિયન મહિલા બાસ્કેટબોલ ટીમને નાઇજિરિયન અધિકારીઓએ બોટમાં ચઢતા અટકાવવમાં આવ્યા હતા. વાસ્તવતેમાં, બોટમાં ઘણા બધા ખેલાડીઓ હોવાને કારણે, નાઈજીરિયાની મહિલા બાસ્કેટબોલ ટીમ અને તેમના કોચને બોટમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. આ પછી બાસ્કેટ બોલની ટીમ અને કોચ એથ્લેટ્સ વિલેજ પરત ફર્યા હતા. તે જ સમયે, નાઇજિરિયન પ્રતિનિધિમંડળના બાકીના સભ્યોએ નોર્વે સાથે બોટ શેર કરી હતી. જો કે આ મુદ્દે નાઈજીરિયન તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
આ ઓપનિંગ સેરેમની ખૂબ જ ખાસ હતી
1896માં પ્રથમ ઓલિમ્પિકથી 2020 સુધી, ઉદ્ઘાટન સમારોહ સ્ટેડિયમની અંદર યોજાયો હતો. ઈતિહાસમાં પ્રથમ વખત, ઓપનિંગ સેરેમની પેરિસની મધ્યમાં આવેલી પ્રખ્યાત સીન નદીમાં યોજાઈ હતી, જે તદ્દન ઐતિહાસિક હતી. આ દરમિયાન નદીના બંને કાંઠે દર્શકો બેઠેલા જોવા મળ્યા હતા. ઓલિમ્પિકના ઈતિહાસમાં આ સૌથી મોટો ઉદ્ઘાટન સમારોહ પણ માનવામાં આવે છે, જેમાં 3 થી 4 લાખ પ્રશંસકો હાજરી આપી હતી. પેરિસ ઓલિમ્પિકમાં 206 દેશોના કુલ 10714 ખેલાડી ભાગ લઈ રહ્યા છે અને આ વખતે 32 રમતોમાંથી 329 ગોલ્ડ મેડલ દાવ પર છે.