• ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ T20 સિરીઝ રમાશે
  • પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે મેચ
  • બંને ટીમો નવા T20 કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની પ્રથમ મેચ આજે એટલે કે 27 જુલાઈ શનિવારના રોજ રમાશે. આ સિરીઝની તમામ મેચ પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો નવા T20 કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે. T20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યા બાદ ભારતના સ્ટાર બેટ્સમેન અને કેપ્ટન રોહિત શર્માએ T20 ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

આવી સ્થિતિમાં સૂર્યકુમાર યાદવ ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન હશે. આ સાથે જ શ્રીલંકાને T20 વર્લ્ડકપમાં નિરાશાજનક હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે વાનિન્દુ હસરંગાએ કેપ્ટનશીપ છોડી દીધી અને હવે ચરિથ અસલંકા ટીમના નવા કેપ્ટન છે.

બંને ટીમો માટે મહત્વની છે આ સિરીઝ

ભારત અને શ્રીલંકા બંને માટે આ સીરીઝ ઘણી મહત્વની બની રહી છે. આગામી T20 વર્લ્ડકપ વર્ષ 2026માં રમાશે. આવી સ્થિતિમાં, બંને ટીમો તેમના નવા ખેલાડીઓ અને બેન્ચ સ્ટ્રેન્થનું પરીક્ષણ કરવા માંગે છે. આ સિવાય ભારતીય ટીમ તેની આગામી યોજનાઓ પર પણ કામ કરવા માંગશે. ટીમ ઈન્ડિયા આ સિરીઝની પ્રથમ મેચ જીતવા ઈચ્છશે. બીજી બાજુ, શ્રીલંકાને આ સિરીઝમાં તેના બે ઝડપી બોલરોની ખોટ અનુભવશે, પરંતુ લંકા પ્રીમિયર લીગના કેટલાક ઇન-ફોર્મ ખેલાડીઓ સાથે, શ્રીલંકાની ટીમ આ ત્રણેય મેચમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની આશા રાખશે. ચાહકો આ સિરીઝ શરૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો લાઈવ મેચ?

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની T20 સીરિઝ પલ્લેકેલેના પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં 27 જુલાઈને શનિવારે સાંજે 7 વાગ્યે શરૂ થશે, જ્યારે બીજી મેચ 28 જુલાઈએ અને ત્રીજી મેચ 30 જુલાઈએ રમાશે. મેચોનું જીવંત પ્રસારણ સોની સ્પોર્ટ્સ 1, સોની સ્પોર્ટ્સ 1 એચડી, સોની સ્પોર્ટ્સ 3, સોની સ્પોર્ટ્સ 3 એચડી, સોની સ્પોર્ટ્સ 4, સોની સ્પોર્ટ્સ 4 એચડી, સોની સ્પોર્ટ્સ 5 અને સોની સ્પોર્ટ્સ 5 એચડી ચેનલો પર કરવામાં આવશે, જ્યારે લાઈવ સ્ટ્રીમ Sony Live એપ અને વેબસાઈટ પર કરવામાં આવશે.

આ સિરીઝ માટે ભારતીય ટીમ

ભારત: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ, મોહમ્મદ સિરાજ

  • Follow us on: