• પેરિસ ઓલિમ્પિકમાં ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ જીતનાર પાકિસ્તાન ખેલાડી અર્શદ નદીમનો ડોપ ટેસ્ટ
  • ગત ટોક્યો ઓલિમ્પિકમાં નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો
  • અર્શદ નદીમ ગોલ્ડ મેડલ જીત્યા પછી બેથી ત્રણ કલાક સ્ટેડિયમમાં રોકાયો હોવાનો દાવો


પેરિસ ઓલિમ્પિકમાં ભાલાફેંક ઈવેન્ટમાં પાકિસ્તાનના એથ્લિટ અર્શદ નદીમે ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો હતો. જો કે, પાકિસ્તાન માટે ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર પ્રથમ એથ્લિટ અર્શદ બન્યો હતો. અર્શદ નદીમની જીત એટલે વિશેષ છે કારણ કે, તેણે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર ભારતીય ખેલાડી નીરજ ચોપડાને હરાવ્યો હતો. નીરજ ચોપડાને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો. આમ તો અર્શદ નદીમની આ જીત પછી નદીમનો સ્ટેડિયમમાં ડોપ ટેસ્ટ કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે અર્શદ નદીમ બેથી ત્રણ કલાક સુધી સ્ટેડિયમમાં રહ્યો હતો. 

અર્શદ નદીમે કંઈક આ રીતે જીત્યો ગોલ્ડ મેડલ

પાકિસ્તાની એથ્લિટ અર્શદ નદીમે ખૂબ જ જોરદાર સ્ટાઈલમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યું હતું. અર્શદની શરૂઆત ખૂબ કંગાળ રહી હતી. તેનો પ્રથમ થ્રો નિષ્ફળ રહ્યો હતો. કારણ કે, તે ફાઉલ રહ્યો હતો. પરંતુ ત્યારબાદ અર્શદ નદીમે સૌને ચોંકાવતા 92.97 મીટરનું અંતર નક્કી કરી પ્રથમ સ્થિતિ મેળવી લીધી હતી. ભારતના નીરજ ચોપડાએ પણ પોતાના બીજા પ્રયાસમાં 98.45 મીટર ભાલો ફેંકી તેને અર્શદને પડકાર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, અંતમાં નીરજના પ્રયાસને નિષ્ફળતા મળી અને અર્શદને ગોલ્ડ મેડલ મળી ગયો હતો.


અર્શદ નદીમનો ડોપ ટેસ્ટ

મળતી માહિતી અનુસાર, જેવલિન થ્રો હરિફાઈ સમાપ્ત થયા પછી મેડલ જીતનાર ત્રણેય ખેલાડીઓને સ્ટેડિયમમાં રોકવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓના ડોપ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ઓલિમ્પિકના નિયમોમાં જ સામેલ છે. મેડલ જીતનાર ખેલાડીઓને ઈવેન્ટ પછી ડોપ ટેસ્ટ કરવામાં આવે છે. એટલે કે, અર્શદ નદીમની સાથે ભારતના નીરજ ચોપડા અને ગ્રેનાડાના એંડરસન પીટર્સનો પણ ડોપ ટેસ્ટ કરાયો હતો.

  • Follow us on: