• લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ
  • પ્રથમ બેટિંગ કરતા લખનૌએ બનાવ્યા 167 રન
  • આ મેચમાં આયુષ-અરશદની જોડીએ બનાવ્યો રેકોર્ડ

IPL 2024માં 26મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ઈકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં લખનૌએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા હતા. આ મેચમાં આયુષ બદોની અને અરશદની જોડીએ લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી બેટિંગ કરતા ઈતિહાસ રચ્યો છે. આ બંનેની જોડીએ આઈપીએલમાં નવો રેકોર્ડ બનાવ્યો છે.

આયુષ-અરશદની જોડીએ બનાવ્યો રેકોર્ડ

આ મેચમાં જ્યારે લખનૌની 6 વિકેટ વહેલી પડી ગઈ હતી. જે બાદ મુશ્કેલ પરિસ્થિતિમાં આયુષ બદોની અને અરશદે શાનદાર ઇનિંગ્સ રમી અને ટીમનો સ્કોર 160ની પાર પહોંચાડ્યો. આ બંને ખેલાડીઓએ સાથે મળીને આઠમી વિકેટ માટે 45 બોલમાં 73 રન જોડ્યા હતા. જે હજુ સુધી આઈપીએલ ઈતિહાસમાં બન્યું નથી. IPLમાં 8મી વિકેટ માટે આ સૌથી મોટી પાર્ટનરશિપ છે.

આ મેચમાં લખનૌએ 97 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ આ બંને બેટ્સમેનોએ શાનદાર ભાગીદારી કરી હતી. આ મેચમાં આયુષ બદોનીએ 35 બોલમાં 55 રનની ઇનિંગ રમી હતી. બદોનીએ પોતાની ઇનિંગ દરમિયાન 5 ફોર અને એક સિકસ ફટકારી હતી. આ સિવાય અરશદે 16 બોલમાં 20 રન બનાવ્યા હતા.

લખનૌએ 167 રન બનાવ્યા હતા

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા હતા. લખનૌ તરફથી બેટિંગ કરતા આયુષે સૌથી વધુ 55 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય કેપ્ટન કેએલ રાહુલે 39 રન બનાવ્યા હતા. રાહુલે પોતાની ઇનિંગ દરમિયાન 5 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા હતા.


  • Follow us on: