- આજે લખનૌ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ
- લખનૌએ ટોસ જીતીને બેટિંગ કરવાનો લીધો નિર્ણય
- આ મેચમાં જેક ફ્રેઝર-મેકગર્કે દિલ્હીની ટીમમાં ડેબ્યુ કર્યું
IPL 2024ની 26મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે. અત્યાર સુધી આ સિઝનમાં દિલ્હીનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. દિલ્હીને 5માંથી 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે દિલ્હીની ટીમ જીતના પાટા પર વાપસી કરવાનો પ્રયાસ કરી રહી છે. લખનૌ સામેની આ મેચમાં જેક ફ્રેઝર-મેકગર્કે દિલ્હીની ટીમમાં ડેબ્યુ કર્યું છે. હવે દિલ્હીના ફેન્સ અને ટીમ આ ખેલાડી પાસેથી શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખશે.
જેક ફ્રેઝર-મેકગર્ક કોણ છે?
લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં દિલ્હી કેપિટલ્સે 21 વર્ષીય ઓસ્ટ્રેલિયન ખેલાડી જેક ફ્રેઝર-મેકગર્કને તેમની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યો છે. જેક ફ્રેઝર-મેકગર્કની આ ડેબ્યુ મેચ છે. જેક ફ્રેઝર-મેકગર્કે લિસ્ટ A ક્રિકેટમાં ધૂમ મચાવી છે. તેના નામે સૌથી ઓછા બોલમાં સદી ફટકારવાનો રેકોર્ડ પણ છે. જેક ફ્રેઝર-મેકગર્કે લિસ્ટ A ક્રિકેટમાં માત્ર 29 બોલમાં સદી ફટકારી હતી. સૌથી ઓછા બોલમાં સદી ફટકારીને, જેક ફ્રેઝર-મેકગર્કે દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલ અને એબી ડી વિલિયર્સનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો. જેક ફ્રેઝર-મેકગર્કે દક્ષિણ ઓસ્ટ્રેલિયા તરફથી રમતા તાસ્માનિયા સામે આ સિદ્ધિ મેળવી હતી. આ મેચમાં જેક ફ્રેઝર-મેકગર્કે 38 બોલમાં 125 રનની ઇનિંગ રમી હતી.
જેક ફ્રેઝર-મેકગર્કની કારકિર્દી
અત્યાર સુધી જેક ફ્રેઝર-મેકગર્કને ઓસ્ટ્રેલિયા તરફથી ડેબ્યૂ કરવાની તક મળી નથી પરંતુ તેણે લિસ્ટ A ક્રિકેટમાં ઘણી શાનદાર ઇનિંગ્સ રમી છે. અત્યાર સુધી જેક ફ્રેઝર-મેકગર્ક 9 ફર્સ્ટ ક્લાસ મેચ રમી ચૂક્યા છે. જેમાં તેના નામે 309 રન છે. જેમાં એક ફિફ્ટીનો સમાવેશ થાય છે. આ સિવાય જેક ફ્રેઝર-મેકગર્કના નામે લિસ્ટ A ક્રિકેટની 16 મેચમાં 437 રન છે. આ દરમિયાન તેણે એક સદી અને એક ફિફ્ટી ફટકારી છે.