• લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ
  • કેએલ રાહુલે ટોસ જીતીને બેટિંગ કરવાનો લીધો નિર્ણય
  • આ મેચની ચોથી ઓવરમાં DRSને લઈને અરાજકતા

IPL 2024ની 26મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ઈકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં રાહુલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં લખનૌની શરૂઆત ખરાબ રહી હતી અને ટીમે પાવર પ્લેમાં જ તેના બે બેટ્સમેનોની વિકેટ ગુમાવી દીધી હતી. આ સિવાય ડીઆરએસને લઈને ફરી એકવાર મેચમાં થોડી અરાજકતા જોવા મળી હતી. આ અંગે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે ફિલ્ડ અમ્પાયર સાથે લાંબા સમય સુધી ચર્ચા કરી હતી.

DRSને લઈને શા માટે થયો હોબાળો?

ફાસ્ટ બોલર ઈશાંત શર્મા દિલ્હી માટે ઈનિંગની ચોથી ઓવર ફેંકી રહ્યો હતો. દેવદત્ત પડિકલ તેની સામે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ઈશાંતનો એક બોલ દેવદત્તના લેગ પેડની નજીકથી પસાર થયો હતો, જેને અમ્પાયરે વાઈડ જાહેર કર્યો હતો. જે બાદ દિલ્હી તરફથી આ બોલ પર ડીઆરએસ લેવામાં આવ્યું હતું કે આ બોલ વાઈડ નથી અને ફિલ્ડ અમ્પાયરે નિર્ણય ત્રીજા અમ્પાયર પાસે મોકલ્યો હતો પરંતુ પંત ​​લાંબા સમય સુધી ફિલ્ડ અમ્પાયર સાથે આ અંગે વાત કરતા જોવા મળ્યા હતા.

પંતનું માનવું હતું કે તેણે કોઈ ડીઆરએસ લીધું નથી, જ્યારે અમ્પાયર કહેતા જોવા મળ્યા હતા કે ના, તમે ડીઆરએસ માટે સંકેત આપ્યો હતો. જેના રિપ્લેમાં જોવા મળ્યું હતું કે પંતે ડીઆરએસ માટે સંકેત આપ્યો હતો, જેના કારણે દિલ્હીને આ ડીઆરએસ ગુમાવવું પડ્યું હતો.

દિલ્હીની શાનદાર બોલિંગ

મેચમાં દિલ્હી કેપિટલ્સ તરફથી શાનદાર બોલિંગ જોવા મળી હતી. પાવરપ્લેમાં પણ દિલ્હીના બોલરોએ લખનઉના બેટ્સમેનોને વધુ હાથ ખોલવાની તક આપી ન હતી. દિલ્હીના બોલરોએ પાવરપ્લેમાં લખનૌને બે મોટા આંચકા આપ્યા હતા. પાવરપ્લેમાં લખનૌએ 2 વિકેટ ગુમાવીને 57 રન બનાવ્યા હતા.


  • Follow us on: