• ICCએ વર્ષ 2022 એવોર્ડ્સ માટે નામાંકિત ખેલાડીઓની જાહેરાત કરી
  • ભારતનો અર્શદીપ સિંહ ઇમર્જિંગ ક્રિકેટર ઓફ ધ યર માટે નોમિનેટ
  • મહિલા વર્ગમાં રેણુકા સિંહ-યાસ્તિકા ભાટિયાનું નામ સામેલ

ICCએ વર્ષ 2022 પુરસ્કાર માટે નામાંકિત ખેલાડીઓની જાહેરાત કરવાનું શરૂ કરી દીધું છે. ભારતના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને ઇમર્જિંગ ક્રિકેટર ઓફ ધ યર માટે નોમિનેટ કરવામાં આવ્યો છે. તેના સિવાય વધુ બે ભારતીય ખેલાડીઓ એવોર્ડની રેસમાં છે.

ડેબ્યૂના છ મહિનામાં એવોર્ડ માટે નોમિનેટ

ભારતના ડાબા હાથના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને માર્કો જાનસેન, ફિન એલન અને ઇબ્રાહિમ ઝદરાન સાથે ICC ઇમર્જિંગ ક્રિકેટર ઑફ ધ યર એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા છે. ICCએ કહ્યું કે આ એવોર્ડ્સ માટે મતદાન જાન્યુઆરીમાં શરૂ થશે. અર્શદીપને આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યાના છ મહિનાથી ઓછા સમયમાં આ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે.


T20માં મુખ્ય બોલર બન્યો અર્શદીપ

પંજાબના ફાસ્ટ બોલરે ભારત માટે 21 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 18.12ની સરેરાશથી 33 વિકેટ લીધી છે. અર્શદીપ નવા અને જૂના બંને બોલથી વિકેટ લેવામાં સફળ રહ્યો છે. IPLમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ અર્શદીપે પણ ભારત માટે સારું પ્રદર્શન કર્યું છે. અર્શદીપે તાજેતરમાં જ ભારતના ન્યુઝીલેન્ડ પ્રવાસ દરમિયાન ODIમાં પણ ડેબ્યુ કર્યું હતું.

વર્લ્ડ કપ અર્શદીપ માટે શાનદાર રહ્યો

અર્શદીપે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પાકિસ્તાન સામે હાઈ પ્રેશર T20 વર્લ્ડ કપ મેચમાં પ્રભાવશાળી પ્રદર્શન સહિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટૂંકા ગાળામાં કેટલાક યાદગાર પ્રદર્શન કર્યા છે. અર્શદીપે પાકિસ્તાનના બંને ઓપનર કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને તેની ગતિ અને સ્વિંગને કારણે પેવેલિયન મોકલી દીધા હતા. ફાસ્ટ બોલર ડેથ ઓવર્સમાં બોલિંગમાં પાછો ફર્યો અને આસિફ અલીને પણ આઉટ કર્યો અને મેચમાં 32 રનમાં ત્રણ વિકેટ લીધી.


મહિલા વર્ગમાં બે ભારતીય ખેલાડી રેસમાં

ICCએ મહિલા વર્ગમાં ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર માટે 4 ખેલાડીઓને પણ નોમિનેટ કર્યા છે. આમાં બે ભારતીય ફાસ્ટ બોલર રેણુકા સિંહ સાથે યાસ્તિકા ભાટિયાનું નામ છે. તેઓ ઓસ્ટ્રેલિયાની ડાર્સી બ્રાઉન અને ઈંગ્લેન્ડની એલિસ કેપ્સી સામે ટકરાશે. રેણુકાએ ODIમાં 18 અને T20માં 22 વિકેટ ઝડપી છે જ્યારે ડાબોડી બેટ્સમેન યાસ્તિક ભાટિયાએ ODIમાં 376 રન બનાવ્યા છે.

  • Follow us on: