• શ્રીલંકા સામેની શ્રેણીમાં પૃથ્વીને ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળ્યું
  • પૃથ્વીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ સ્ટોરી શેર કરી
  • પૃથ્વી છેલ્લે 2021માં શ્રીલંકા સામે ટીમ ઈન્ડિયા તરફથી રમ્યો હતો

ભારતનો યુવા ઓપનર બેટ્સમેન પૃથ્વી શૉ શ્રીલંકા સામે ઘરઆંગણે રમાનારી શ્રેણી માટે પસંદ ન થયા બાદ ઘણો નિરાશ છે. પૃથ્વીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ સ્ટોરી શેર કરી છે. આ સિવાય તેમણે ફોટો પણ હટાવી દીધો છે. પૃથ્વી શૉ છેલ્લે વર્ષ 2021માં શ્રીલંકા સામે ટીમ ઈન્ડિયા માટે મેદાનમાં ઉતર્યો હતો.

પૃથ્વી શૉને શ્રીલંકા સિરીઝમાં સ્થાન ન મળ્યું

શ્રીલંકા સામેની ત્રણ T20 અને ODI શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ઘણા એવા ખેલાડીઓ હતા જેમને આ શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવે તેવી અપેક્ષા હતી, જેમાં ઓપનર બેટ્સમેન પૃથ્વી શૉનું પણ નામ હતું. જોકે તેને શ્રીલંકા સામેની સીમિત ઓવરોની હોમ સિરીઝમાં તક મળી ન હતી. લાંબા સમયથી ટીમની બહાર રહેલા પૃથ્વીની વાપસી ન અઠવાના કારણે તે ખૂબ જ નિરાશ છે, જેની ઝલક તેના સોશિયલ મીડિયા પર પણ જોવા મળી છે.


સોશિયલ મીડિયા પર પૃથ્વી શૉનું છલકાયું દર્દ

વાસ્તવમાં પૃથ્વીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પરથી પ્રોફાઈલ ફોટો હટાવી દીધો છે. આ સાથે તેણે પોતાની સ્ટોરીમાં એક વીડિયો પણ શેર કર્યો છે. પૃથ્વી દ્વારા તેની સ્ટોરીમાં શેર કરવામાં આવેલા પહેલા વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે, 'મને જે વ્યક્તિ જોઈતી હતી તે દરેક કિંમતે મફતમાં મળી ગઈ હતી. બીજો વિડિયો એક ભાષણ છે. આ વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે, 'જો કોઈ હસતું હોય તો તેનો અર્થ એ નથી કે જીવનમાં બધુ બરાબર ચાલી રહ્યું છે. સમસ્યાઓ ઓટોમેટીક છે.

ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરી

પૃથ્વી શૉએ ટીમની પસંદગી બાદ આ સ્ટોરી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. 23 વર્ષીય પૃથ્વી ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાના બેટથી સતત રનનો વરસાદ કરી રહ્યો હતો અને તેને આશા હતી કે તે ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે પરંતુ કમનસીબે એવું ન થયું.


ટીમ ઈન્ડિયા માટે 12 મેચ રમી ચુક્યો છે

છેલ્લી વખત પૃથ્વી ભારત માટે વર્ષ 2021માં શ્રીલંકા સામે મેદાનમાં ઉતર્યો હતો. પૃથ્વીએ ટીમ ઈન્ડિયા માટે 5 ટેસ્ટ, 6 ODI અને એક T20 મેચ રમી છે. ટેસ્ટમાં તેના 339 રન છે જ્યારે ODIમાં તેણે 189 રન બનાવ્યા છે. તેને એક T20 મેચમાં તક મળી હતી પરંતુ તેમાં તે પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો હતો.

શ્રીલંકા સામે ભારતીય T20 શ્રેણી માટે ભારતીય ટીમ:

હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી, મુકેશ કુમાર.

શ્રીલંકા સામેની ODI શ્રેણી માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ. ઉમરાન મલિક, અર્શદીપ સિંહ.

  • Follow us on: