• શ્રીલંકાએ બંને શ્રેણી માટે 20 ખેલાડીઓની યાદી જાહેર કરી
  • વાનિન્દુ હસરંગાને T20 શ્રેણી માટે વાઇસ કેપ્ટન બનાવ્યો
  • ભારતનો શ્રીલંકા પ્રવાસ 3 જાન્યુઆરીથી શરૂ થશે

શ્રીલંકાએ ભારતના પ્રવાસ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. શ્રીલંકાએ બંને શ્રેણી માટે 20 ખેલાડીઓની યાદી જાહેર કરી છે. T20 ટીમમાં વાનિન્દુ હસરંગાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

શ્રીલંકાએ ભારત પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી

ભારતનો શ્રીલંકા પ્રવાસ 3 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ T20 અને ODI સિરીઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે અને હવે શ્રીલંકાએ પણ ટીમની જાહેરાત કરી દીધી છે. શ્રીલંકા દ્વારા ODI અને T20 શ્રેણી માટે કુલ 20 ખેલાડીઓની ટીમની જાહેરાત કરવામાં આવી છે. શ્રીલંકાની ટીમે ભારત સામે 3 T20 અને 3 ODI મેચ રમવાની છે. શ્રીલંકાએ વાનિન્દુ હસરંગાને T20 શ્રેણી માટે વાઇસ કેપ્ટન બનાવ્યો છે.

ODI અને T20I શ્રેણી માટે શ્રીલંકાની ટીમ:

દાસુન શનાકા (કેપ્ટન), પથુમ નિશંકા, અવિષ્કા ફર્નાન્ડો, સદીરા સમરવિક્રમે, કુશલ મેન્ડિસ (ODI શ્રેણી માટે વાઇસ-કેપ્ટન), ભાનુકા રાજપક્ષે (માત્ર T20 ટીમમાં), ચરિથ અસલંકા, ધનંજય ડી સિલ્વા, વાનિંદુ હસરાંગા (T20 સિરીઝ માટે વાઈસ-કેપ્ટન), એશેન બાંદ્રા, મહિષ તિક્ષાના, જેફરી વાંડરસે (માત્ર ODI ટીમમાં), ચમિકા કરુણારત્ને, દિલશાન મધુશંકા, કસુન રાજીથા, નુવાન્ડુ ફર્નાન્ડો (ODI શ્રેણી માટે), દુનિથ વેલેજ, પ્રમોદ મુધાસન, લાહિરુ કુમારા, નુવાન તુશારા

T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાઃ

હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી અને મુકેશ કુમાર.

ODI શ્રેણી માટે ટીમ ઈન્ડિયાઃ

રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને અર્શદીપ સિંહ.


ભારતનો શ્રીલંકા પ્રવાસ:

T20 સિરીઝ

• પ્રથમ T20: 3 જાન્યુઆરી, મુંબઈ

• બીજી T20: 5 જાન્યુઆરી, પુણે

• ત્રીજી T20: 7 જાન્યુઆરી, રાજકોટ

ODI સિરીઝ

• પ્રથમ ODI: 10 જાન્યુઆરી, ગુવાહાટી

• બીજી ODI: 12 જાન્યુઆરી, કોલકાતા

• ત્રીજી ODI: 15 જાન્યુઆરી, તિરુવનંતપુરમ

  • Follow us on: