- ઋષભ પંતને ન જોઈને એક મોટો વર્ગ આશ્ચર્યચકિત થઈ ગયો
- પંત તાજેતરમાં 104 બોલમાં 93 રનની ઈનિંગ રમ્યા હતા
- હવે ઈશાન કિશન અને સંજુ સેમસન સફેદ બોલના ફોર્મેટમાં પંત કરતાં આગળ
ગઇકાલે જ્યારે BCCIએ શ્રીલંકા સામે 3 જાન્યુઆરીથી શરૂ થનારી T20 અને ત્યારબાદ વનડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી ત્યારે એક પણ ટીમમાં ઋષભ પંતને ન જોઈને એક મોટો વર્ગ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. જેણે તાજેતરમાં 104 બોલમાં 93 રનની ઈનિંગ રમી હતી. બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં જેણે ભારતને ત્રણ વિકેટે જીત અપાવવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી. પંત બંને ટીમમાં ન હોવાને કારણે એક વર્ગ સ્પષ્ટપણે માની રહ્યું છે કે તેને પડતો મૂકવામાં આવ્યો છે. તેમાં હર્ષ ભોગલે જેવા પંડિતો પણ સામેલ છે, જેઓ સ્પષ્ટપણે માને છે કે હવે ઈશાન કિશન અને સંજુ સેમસન સફેદ બોલના ફોર્મેટમાં પંત કરતાં આગળ છે.
સૂત્રો ટાંકી રહ્યા છે કે ઋષભ પંતને ઘૂંટણમાં ઈજા છે અને તે આવતા અઠવાડિયે NCAને રિપોર્ટ કરશે. પંત આગામી થોડા અઠવાડિયા NCAમાં જ વિતાવશે. અહીં ઋષભ કેટલાક સ્ટ્રેચિંગ સેશનમાંથી પસાર થશે જેથી તેના ઘૂંટણને જલદીથી સાજા કરી શકાય.













