• વિકેટની જરૂર હોય ત્યારે અર્શદીપ મોખરે
  • યોર્કર બોલનો સારી રીતે ઉપયોગ કરી શકે છે
  • ટીમ ઈન્ડિયા તરફથી 19 ટી20 મેચમાં 29 વિકેટ લીધી

ટીમ ઈન્ડિયાના ટી 20 વર્લ્ડકપ 2022માં સૌથી વધારે સારું પ્રદર્શન કરી શકી નથી. સેમિફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડની સામે 10 વિકેટે હાર માનવી પડી હતી પરંતુ ટી 20 વર્લ્ડકપમાં એક ખેલાડીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ પ્લેયર ઝહીર ખાનની જેમ બોલિંગ કરવા માટે જાણીતો છે. તો જાણો તેના વિશેની તમામ વાતો.

આ ખેલાડીએ દેખાડ્યો દમ

ટી20 વર્લ્ડ કપમાં ભલે ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાંથી બહાર થઈ હોય પણ 23 વર્ષના સ્ટાર બોલર અર્શદીપ સિંહ પોતાની બોલિંગને લઈને જાણીતા બન્યા છે. તેઓએ પોતાની ઘાતક બોલિંગથી તમામનું દિલ જીતી લીધું છે. અર્શદીપે ભારતને માટે ટી20 વર્લ્ડકપ 2022માં 6 મેચમાં 10 વિકેટ પોતાના નામે કરી અને કારગરસાબિત થયા.

નાની કરિયરમાં સૌને કર્યા પ્રભાવિત

અર્શદીપે થોડા સમયમાં સૌને પ્રભાવિત કર્યા છે. તે પારીની શરૂઆતમાં ખતરનાક જોવા મળે છે. જ્યારે તે પોતાના લયમાં હોય તો કોઈ પણ બેટ્સમેનને તોડી શકે છે. તે ધીમી ગતિના બોલ પર જલ્દી વિકેટ લે છે. જસપ્રીત બુમરાહની ખામી અર્શદીપે લાગવા દીધી નથી.

બની શકે છે ભવિષ્યના ઝહીર ખાન

ઝહીર ખાને વર્લ્ડકપ 2011માં 21 વિકેટ લીધી. અર્શદીપ તેમના પગલે ચાલી રહ્યા છે. જ્યારે પણ વિકેટની જરૂર હોય છે ત્યારે અર્શદીપનો નંબર લગાવવામાં આવે છે. તે યોર્કર બોલનો સારી રીતે ઉપયોગ કરી શકે છે. તેઓએ ટીમ ઈન્ડિયાની તરફથી રમતા 19 ટી20 મેચમાં 29 વિકેટ લીધી છે.  

  • Follow us on: