• અર્શદીપ સિંહે T20 વર્લ્ડકપ 2024માં શાનદાર બોલિંગ કરી
  • T20 વર્લ્ડકપની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
  • અર્શદીપ સિંહે T20 વર્લ્ડકપ 2024માં કુલ 17 વિકેટ લીધી

અર્શદીપ સિંહે T20 વર્લ્ડકપ 2024માં શાનદાર બોલિંગ કરી હતી. તે આખી ટૂર્નામેન્ટમાં પોતાની બોલિંગથી બધાના દિલ જીતવામાં સફળ રહ્યો. કોઈપણ વિરોધી ટીમના બેટ્સમેન તેની સામે ટકી શક્યા ન હતા. સાઉથ આફ્રિકા સામેની ફાઈનલ મેચમાં તેણે ઘાતક બોલિંગનું ઉદાહરણ રજૂ કર્યું હતું અને ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અર્શદીપની લાઇન લેન્થ ખૂબ જ સચોટ હતી અને ડેથ ઓવરોમાં વિરોધી ટીમો પાસે તેના યોર્કર બોલનો કોઈ જવાબ નહોતો.

અર્શદીપ સિંહે કમાલ કરી

સાઉથ આફ્રિકા સામેની ફાઈનલ મેચમાં અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરી હતી. તેણે પોતાની ચાર ઓવરમાં 20 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેણે મેચમાં ક્વિન્ટન ડી કોક અને એડન માર્કરામ વિકેટ લીધી હતી. તેણે T20 વર્લ્ડકપ 2024ની 8 મેચમાં કુલ 17 વિકેટ લીધી હતી. તે T20 વર્લ્ડકપની એક જ સિઝનમાં સંયુક્ત રીતે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. અફઘાનિસ્તાનના ફઝલહક ફારૂકીએ T20 વર્લ્ડકપ 2024માં કુલ 17 વિકેટ લીધી છે.

અર્શદીપ સિંહ T20 વર્લ્ડકપની એક જ આવૃત્તિમાં 17 વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બની ગયો છે. તે ભારતીય બોલરોમાં નંબર વન પર પહોંચી ગયો છે. તેમના પહેલા, કોઈ પણ ભારતીય બોલર T20 વર્લ્ડકપની એક પણ સિઝનમાં 17 વિકેટ લઈ શક્યો ન હતો. જસપ્રીત બુમરાહે T20 વર્લ્ડકપ 2024માં 15 વિકેટ લીધી છે.

T20 વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર

  • ફઝલહક ફારૂકી- 17 વિકેટ, 2024
  • અર્શદીપ સિંહ- 17 વિકેટ, 2024
  • વાનિન્દુ હસરાંગા- 16 વિકેટ, 2021
  • અજંતા મેન્ડિસ- 15 વિકેટ, 2012
  • એનરિક નોર્ખિયા- 15 વિકેટ, 2024
  • જસપ્રીત બુમરાહ- 15 વિકેટ, 2024
  • વાનિન્દુ હસરંગા- 16 વિકેટ, 2022

અર્શદીપ સિંહનું T20Iમાં પ્રદર્શન

અર્શદીપ સિંહે ચાલી રહેલા T20 વર્લ્ડકપમાં તમામ મેચ રમી હતી અને તેણે જસપ્રિત બુમરાહને સારો સપોર્ટ આપ્યો હતો. તે સમગ્ર ટૂર્નામેન્ટમાં સારા ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે વર્ષ 2022માં T20 ઈન્ટરનેશનલમાં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું. આ પછી, તે ભારતીય ટીમના ઝડપી બોલિંગ આક્રમણમાં એક મહત્વપૂર્ણ કડી બની ગયો છે. તેણે ભારતીય ટીમ માટે 52 T20I મેચોમાં 79 વિકેટ લીધી છે.

  • Follow us on: