• રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ફોર્મેટમાં 500 વિકેટનો આંકડો સ્પર્શ કર્યો
  • આ સિદ્ધી મેળવનાર વિશ્વનો 9મો અને ભારતનો બીજો બોલર બન્યો
  • સચિન તેંડુલકર અને હર્ષા ભોગલે જેવા દિગ્ગજ ખેલાડીઓએ આપી શુભકામનાઓ

રવિચંદ્રન અશ્વિને રાજકોટમાં જેક ક્રાઉલીને આઉટ કરીને ઈતિહાસ રચ્યો હતો. વાસ્તવમાં રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ફોર્મેટમાં 500 વિકેટનો આંકડો સ્પર્શ કર્યો હતો. રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ ફોર્મેટમાં 500 વિકેટ લેનારો બીજો ભારતીય બોલર બન્યો છે. સાથે જ વિશ્વનો 9મો બોલર બન્યો. રવિચંદ્રન અશ્વિન પહેલા પૂર્વ ભારતીય સ્પિનર અનિલ કુંબલેએ 500 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. રવિચંદ્રન અશ્વિને 98 ટેસ્ટ મેચમાં 500 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે.

આર અશ્વિનના કારનામા પર દિગ્ગજોએ આપી પ્રતિક્રીયા

જો કે રવિચંદ્રન અશ્વિન સોશિયલ મીડિયા પર સતત ટ્રેન્ડ કરી રહ્યો છે. પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર ઉપરાંત આકાશ ચોપરા અને હર્ષા ભોગલે જેવા દિગ્ગજ ખેલાડીઓ રવિચંદ્રન અશ્વિનની સફળતા પર સતત પોતપોતાના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ ફોર્મેટમાં 500 વિકેટ લેનારો બીજો ભારતીય બોલર છે. રવિચંદ્રન અશ્વિન પહેલા અનિલ કુંબલેએ ટેસ્ટ ફોર્મેટમાં 500 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી. ટેસ્ટ ફોર્મેટમાં અનિલ કુંબલેના નામે 619 વિકેટ છે.




રાજકોટ ટેસ્ટમાં અત્યાર સુધી શું થયું?

તમને જણાવી દઈએ કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ રાજકોટમાં રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ 445 રન બનાવ્યા હતા. ભારત તરફથી રોહિત શર્મા અને રવિચંદ્રનન્દ્ર જાડેજાએ સદી ફટકારી હતી. ઈંગ્લેન્ડ તરફથી ફાસ્ટ બોલર માર્ક વૂડે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. ભારતના 445 રનના જવાબમાં ઈંગ્લેન્ડનો સ્કોર 2 વિકેટે 207 રન છે. બેન ડકેટ 133 રન બનાવીને રમી રહ્યો છે. જો રૂટ 9 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે જેક ક્રાઉલી રવિચંદ્રન અશ્વિનના બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો

  • Follow us on: