• અશ્વિનના મતે ભારતીય ટીમ સ્ટ્રેસ ફ્રી હોવી અનિવાર્ય
  • ઘણી વખત આવું તો પ્રેશરને ઓછું કરવા માટે હોય
  • ભારતીય ક્રિકેટ ટીમ દુનિયાના લોકોની ફેવરીટ

વર્લ્ડકપ 2023 ટુર્નામેન્ટ નજીક આવી રહી છે. ભારતીય ક્રિકેટ ટીમના દરેક ખેલાડીઓ પર ક્રિકેટ ચાહકોની નજર છે. આ ટુર્નામેન્ટ 5 ઑક્ટોબરથી શરૂ થઈ રહી છે. જેની યજમાની આ વખતે ભારત કરવાનું છે. ભારતીય ક્રિકેટ ટીમને લઈને આમ તો અનેક પ્રકારની ચર્ચા છે. પણ ટીમના બોલર અશ્વિને કહ્યું હતું કે, વિશ્વકપ જીતવા માટે ભારત બધી રીતે દાવેદારના રૂપમાં નામાંકિત કરવા એક રણનીતિનો ઉપયોગ થઈ રહ્યો હશે.આના થકી કેટલાક પક્ષોને પોતાના પરનું પ્રેશર દૂર કરવામાં મોટી મદદ મળી રહેશે.

ભારતીય ટીમ બધાની ફેવરીટ

મને ખ્યાલ છે કે, ક્રિકેટની દુનિયામાં ભારતીય ક્રિકેટ ટીમ દુનિયામાં ઘણા ક્રિકેટ પ્રેમીઓની ફેવરીટ છે. દુનિયાભરના તમામ ક્રિકેટર્સ આને એક રણનીતિ તરીકે ઉપયોગમાં લઈ રહ્યા છે. દરેક ICCની ટુર્નામેન્ટ પહેલા કહેશે કે, ભારતીય ટીમ ફેવરીટ છે. આ રણનીતિનો ઉપયોગ પ્રેશર ઓછું કરવા માટે થઈ રહ્યો છે. ભારતીય ટીમ લોકોની ફેવરીટ હોઈ શકે છે. જોકે, બોલરે એ વાત પણ સ્પષ્ટ કરી કે બીજી કઈ ટીમ એવી મજબુત છે જે સારી રીતે વર્લ્ડકપ જીતી શકે છે.

ઓસ્ટ્રેલિયાની ટીમ એક પાવરહાઉસ સમાન

અશ્વિને ઉમેર્યું હતું કે, ઓસ્ટ્રેલિયાની ટીમ એક પાવરહાઉસ સમાન છે. મેં બારબાડોસમાં બીજી વન-ડે મેચ ગુમાવ્યા બાદ જ વાત કરી હતી. મેં કહ્યું હતું કે, આપણે ટીમ ઈન્ડિયાનું સમર્થન કરવું જોઈએ. પ્રેશર ફ્રી કરીને ટીમ ઈન્ડિયાને વર્લ્ડકપ ટુર્નામેન્ટમાં મોકલવી જોઈએ. આ વાત સાથે ઘણા લોકો સહમત હતા. ઘણા તો એ વાતને લઈને અલર્ટ હતા કે, ટીમ ઈન્ડિયા જીતશે નહીં તો શું થશે. જોકે, આવો પણ એક વર્ગ હોય છે. બધુ ચાહકો પર મઢી દેવાઈ છે.

એસ્ટ્રેલિયા સામે મેચ

ભારતીય ક્રિકેટ ટીમ તારીખ 8 ઑક્ટોબરના રોજ ચેન્નઈમાં ઓસ્ટ્રેલિયા સામે મેચ રમીને વર્લ્ડકપ અભિયાનની શરૂઆત કરશે. પોઝિટિવ મુવ સાથે ભારતીય ક્રિકેટ ટીમ આગળ વધે એવી પ્રકારની દરેકને ઉત્સુકતા છે. જોકે, અંગે હજું કોઈ બોર્ડના સભ્યોની પ્રતિક્રિયા મળી નથી.

  • Follow us on: