• પીચને લઈને આર અશ્વિને કર્યો ખુલાસો
  • ભારતની હારનું જણાવ્યું કારણ
  • રોહિત પિચ સમજી શક્યા નહીં

વર્લ્ડ કપ 2023 ખૂબ જ રોમાંચક રહી. 19 નવેમ્બરની તારીખ દરેક ભારતીયોને યાદ રહેશે, કેમકે સમગ્ર વર્લ્ડકપ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમે ખુબ જ સારું પ્રદર્શન કર્યું, નવા રેકોર્ડ પણ બનાવ્યા, ફાઇનલ સુધી પોઇન્ટ ટેબલ પર નંબર 1નું સ્થાન ટકાવી રાખ્યું. જો કે વર્લ્ડકપ ફાઇનલની હાર બાદ કરોડો ભારતીયો તેમજ ભારતીય ખેલાડીઓમાં ભારે નિરાશા જોવા મળી હતી. આ વર્લ્ડ કપ દરમિયાન ઘણા રસપ્રદ કિસ્સાઓ થયા હતા. જેમાં ટાઈમ આઉટ વિવાદ, ગ્લેન મેક્સવેલની બેવડી સદી, વિરાટની ODI કારકિર્દીની 50મી સદી, અફધાનિસ્તાને ટુર્નામેન્ટમાં 4 મેચો જીત, તેમજ શ્રીલંકા ક્રિક્રેટ બોર્ડ બરખાસ્ત થયું તો પિચને લઈને પણ વિવાદ થયો હતો. આ વિવાદ પર હવે આર અશ્વિને તફાવત સમજાવ્યો છે.

અશ્વિને હારનું કારણ જણાવ્યું

ODI વર્લ્ડ કપ 2023 ની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને વર્લ્ડ કપ જીત્યો. તે જ સમયે, ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે જો તે ટોસ જીત્યો હોત તો પણ તે પહેલા બેટિંગ કરવાનું પસંદ કરશે. જો કે મેચ પુરી થયા બાદ ભારતીય ટીમના કેપ્ટને પિચને સમજવામાં ભૂલ કરી હોવાનું અહેસાસ થયો હતો અને ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સે સવારથી રાત સુધી પિચ કેવી રીતે ચાલશે તેનું આકલન કર્યું હતું.

ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ શા માટે પ્રથમ બોલિંગ કરી?

આ માહિતી ઓસ્ટ્રેલિયન ટીમના મુખ્ય પસંદગીકાર અને પૂર્વ ક્રિકેટર જ્યોર્જ બેલીએ પોતે આપી છે. રવિચંદ્રન અશ્વિને તેની યુટ્યુબ ચેનલ દ્વારા ખુલાસો કર્યો કે જ્યોર્જ બેઇલીએ તેને પ્રથમ બેટિંગ ન કરવાનું કારણ જણાવ્યું. અશ્વિને કહ્યું કે, "જ્યારે મેં જ્યોર્જ બેઈલીને પૂછ્યું કે તમે લોકોએ પહેલા બેટિંગ કેમ ન કરી? તેણે કહ્યું, અમે ઘણા સમયથી IPL અને દ્વિપક્ષીય સિરીઝ રમી રહ્યા છીએ, અને લાલ માટીની પિચમાં તિરાડ પડી જાય છે, પરંતુ કાળી માટીની પિચમાં તિરાડ પડતી નથી. તે રાત્રિના સમય હેઠળ વધુ સારી બને છે. જ્યારે લાલ માટીની પીચ પર ઝાકળની કોઈ અસર થતી નથી, પરંતુ કાળી માટીની પીચ પર બપોર પછી બોલ ઘણો વળે છે અને પછી તે રાત્રે સપાટ પીચ બની જાય છે. આ છે અમારો અનુભવ, તેથી અમે અંતિમ મેચમાં ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો."

ફાઇનલ મેચની પિચ ટોસ પર નિર્ભર હતી

ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે અશ્વિનને જે પણ કહ્યું, ફાઈનલ મેચમાં અમદાવાદની પીચ પર બરાબર એવું જ થયું. આનો સ્પષ્ટ અર્થ એ થયો કે ફાઈનલ મેચની પિચ ટોસ પર ખૂબ જ નિર્ભર હતી, જે ન થવી જોઈતી હતી અને ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા પણ પીચનું યોગ્ય પરીક્ષણ કરી શક્યા ન હતા. ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતને બેટિંગ કરવાનું કહ્યું હતું. ભારત 50 ઓવરમાં માત્ર 240 રન સુધી જ સીમિત રહ્યું, અને પછી 43 ઓવરમાં 241 રન બનાવીને 6 વિકેટે ફાઈનલ જીતી, અને છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન પણ બન્યું.

  • Follow us on: