- વિરાટ કોહલીએ 44 બોલમાં 59 રન બનાવ્યા
- સૂર્યકુમાર યાદવના 26 બોલમાં દમદાર 68 રન
- કેએલ રાહુલના 36, કેપ્ટન રોહિત શર્માના 21 રન
એશિયા કપ 2022ની ચોથી મેચમાં હોંગકોંગ સામે ભારતે શાનદાર બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 180 રન બનાવ્યા હતા. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ બોલમાં 59 રન બનાવ્યા અને સૂર્યકુમાર યાદવે દમદાર 68 રન ફટકાર્યા હતા.
રોહિત શર્માના T20માં 3,500 રન પૂર્ણ
ભારતના વર્તમાન કેપ્ટન રોહિત શર્માએ વધુ એક સિદ્ધિ હાસિલ કરી હતી. આજની મેચમાં રોહિતે એક રન કરતાની સાથે જ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 3,500 રન પુરા કર્યા હતા. આ સિદ્ધિ હાસિલ કરનાર તે વિશ્વનો પહેલો ક્રિકેટર છે. રોહિત શર્માએ T20માં સૌથી વધુ રન ફટકાર્યા છે.
હોંગકોંગે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
એશિયા કપ 2022ની ચોથી મેચમાં હોંગકોંગે દુબઈના મેદાન પર ભારત સામે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતીય ટીમમાં એક બદલાવ કરવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો છે અને તેની જગ્યાએ રિષભ પંતને પ્લેઇંગ-11માં સ્થાન મળ્યુ છે.
બંને ટીમની પ્લેઇંગ ઇલેવન
ભારતઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, દિનેશ કાર્તિક (વિકેટકીપર), ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ
હોંગકોંગ: નિઝાકત ખાન (કેપ્ટન), યાસીમ મુર્તઝા, બાબર હયાત, કિંચિત શાહ, એઝાઝ ખાન, સ્કોટ મેકકેની (વિકેટકીપર), જીશાન અલી, હારૂન અરશદ, એહસાન ખાન, આયુષ શુક્લા, મોહમ્મદ ગઝનફર