- એશિયા કપ સુપર-4 રાઉન્ડમાં ભારત-પાકિસ્તાનની ટક્કર
- બાબર આઝમે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
- દુબઈના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ
એશિયા કપ 2022ના સુપર-4 રાઉન્ડની મેચમાં પાકિસ્તાનની ટીમે દુબઈના મેદાન પર ભારત સામે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત અને પાકિસ્તાન આજે 8 દિવસમાં બીજી વખત એકબીજા સામે ટકરાશે. 4 વર્ષ બાદ આ પ્રથમ વખત બનશે જ્યારે બંને ટીમો 8 દિવસમાં એકબીજા સામે રમતા જોવા મળશે. અગાઉ 2018 એશિયા કપમાં બંને ટીમો વચ્ચે બે મેચ રમાઈ હતી અને ટીમ ઈન્ડિયાએ બંને મેચ જીતી હતી.













