• એશિયા કપમાં આજે અફઘાનિસ્તાન-પાકિસ્તાનનો મુકાબલો
  • બાબર આઝમે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
  • શારજાહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં 7:30થી મુકાબલો

એશિયા કપ 2022ના સુપર-4 રાઉન્ડમાં આજે પાકિસ્તાનનો સામનો અફઘાનિસ્તાન સામે થશે. આજની મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને અફઘાનિસ્તાનને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. આજે અફઘાનિસ્તાનનો કેપ્ટન મોહમ્મદ નબી તેની 100મી આંતરરાષ્ટ્રીય T20 મેચ રમશે. 

બંને ટીમની પ્લેઇંગ ઇલેવન

પાકિસ્તાનઃ

મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), બાબર આઝમ (કેપ્ટન), ફખર ઝમાન, ઇફ્તિખાર અહેમદ, ખુશદિલ શાહ, આસિફ અલી, મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન, હરિસ રૌફ, મોહમ્મદ હસનૈન, નસીમ શાહ

અફઘાનિસ્તાન:

હઝરતુલ્લા ઝાઝાઈ, રહેમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), ઈબ્રાહીમ ઝદરાન, નજીબુલ્લાહ ઝદરાન, મોહમ્મદ નબી (કેપ્ટન), કરીમ જનાત, રશીદ ખાન, અઝમતુલ્લા ઓમરઝાઈ, મુજીબ ઉર રહેમાન, ફરીદ અહમદ મલિક, ફઝલહક ફારૂકી


  • Follow us on: