- અફઘાનિસ્તાનની ધારદાર બોલિંગ સામે શ્રીલંકા ઢેર
- ફઝલહક ફારૂકીની ત્રણ, નબી-રહેમાનની બે-બે વિકેટ
- ભાનુકા રાજપક્ષના 38, ચમિકા કરુણારત્નેના 31 રન
એશિયા કપ 2022ની પહેલી મેચમાં શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે થશે ટક્કર થશે. મેચ પહેલા બંને ટીમોના કેપ્ટન વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં અફઘાનિસ્તાનના કેપ્ટને ટોસ જીતી શ્રીલંકાને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. અફઘાનિસ્તાનની ધારદાર બોલિંગ સામે શ્રીલંકા ઢેર થઇ ગયું હતું અને માત્ર 105 રનના સ્કોર પર ઓલઆઉટ થઇ ગયું હતું. શ્રીલંકાના ભાનુકા રાજપક્ષે સૌથી વધુ 38 રન બનાવ્યા હતા.















