- 30 ઓગસ્ટથી એશિયા કપની શરુઆત થઈ ગઈ છે
- એશિયા કપની બે મેચોમાં પાકિસ્તાન અને શ્રીલંકાની જીત
- બંને ટીમે પોતપોતાના ગ્રુપના પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે
30 ઓગસ્ટથી એશિયા કપની શરુઆત થઈ ગઈ છે. પાકિસ્તાન અને શ્રીલંકાએ એશિયા કપ 2023 માં તેમના અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી. બંને ટીમે પોતપોતાના ગ્રુપના પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.
એશિયા કપ 2023ની શરુઆત થઈ ગઈ છે અને ગ્રૃપ સ્ટેજ માટે ટીમો વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. પાકિસ્તાને નેપાળને હરાવ્યું હતું, જ્યારે શ્રીલંકાએ બાંગ્લાદેશને હરાવીને ટૂર્નામેન્ટની જીત સાથે શરૂઆત કરી હતી. આ જીત બાદ પાકિસ્તાન ગ્રુપ-Aમાં ટોપ પર છે જ્યારે શ્રીલંકા ગ્રુપ-Bમાં ટોપ પર છે. ગ્રુપ સ્ટેજ દરમિયાન દરેક ગ્રુપની ટોપ 2 ટીમોને સુપર-4માં એન્ટ્રી મળશે. અહીં રાઉન્ડ રોબીનના આધારે દરેક ટીમને અન્ય ત્રણ ટીમો સામે 1-1 મેચ રમવાની તક મળશે. આ દરમિયાન સુપર-4ના પોઈન્ટ ટેબલની ટોપ-2 ટીમો ફાઇનલમાં પ્રવેશ કરશે. એશિયા કપ 2023ની ટાઈટલ મેચ 17 સપ્ટેમ્બરે કોલંબોમાં રમાવાની છે. કોઈપણ વિલંબ કર્યા વિના, ચાલો એશિયા કપ 2023 ના લેટેસ્ટ પોઈન્ટ ટેબલ પર એક નજર કરીએ-
ગ્રૃપ- Aમાં પાકિસ્તાન આગળ
જો ગ્રુપ Aની વાત કરીએ તો, આ ગ્રુપમાં ભારત ઉપરાંત પાકિસ્તાન અને નેપાળની ટીમો છે. પાકિસ્તાન અને નેપાળ વચ્ચે ટૂર્નામેન્ટની પ્રથમ મેચ મુલતાનમાં રમાઈ હતી. આ મેચમાં બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમે 238 રનની મોટી જીત નોંધાવી હતી અને પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલ્યું હતું. બે 2 પોઈન્ટ મેળવવાની સાથે જ પાકિસ્તાનને નેટ રન રેટમાં પણ બમ્પર ફાયદો મળ્યો છે. પાકિસ્તાનનો નેટ રન રેટ હાલમાં 4.760 છે. ભલે તેમની આગામી મેચ વરસાદને કારણે ધોવાઇ જાય. તો પણ પાકિસ્તા સરળતાથી સુપર-4માં પ્રવેશ કરશે. પાકિસ્તાનની આગામી મેચ 2 સપ્ટેમ્બરે ભારત સામે છે.
એશિયા કપ 2023 ગ્રૃપ-A પોઈન્ટ ટેબલ
| ટીમ | મેચ | જીત | હાર | ટાઈ | નો રિઝલ્ટ | પોઈન્ટ્સ | નેટ રનરેટ |
| પાકિસ્તાન | 1 | 1 | 0 | 0 | 0 | 2 | +4.760 |
| ભારત | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
| નેપાળ | 1 | 0 | 1 | 0 | 0 | 0 | -4.760 |
ગ્રુપ-Bમાં શ્રીલંકા આગળ
ગ્રુપ-Bની વાત કરીએ તો ગુરુવારે શ્રીલંકાએ બાંગ્લાદેશ સામે 5 વિકેટે જીત નોંધાવી હતી. આ જીત સાથે ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમે પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી. આ જીત બાદ શ્રીલંકાની નેટ રન રેટ 0.951 છે, જે ઘણી સારી છે. તેની સુપર-4માં પહોંચવાની શક્યતાઓ નોંધપાત્ર રીતે વધી ગઈ છે. ગ્રુપ-બીની આગામી રોમાંચક મેચ અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે 3જી સપ્ટેમ્બરે રમાશે. જો આ મેચમાં પણ બાંગ્લાદેશને હારનો સામનો કરવો પડશે તો તે ગ્રુપ સ્ટેજથી જ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.
| ટીમ | મેચ | જીત | હાર | ડ્રો મેચ | નો રિઝલ્ટ | પોઈન્ટ્સ | નેટ રનરેટ |
| શ્રીલંકા | 1 | 1 | 0 | 0 | 0 | 2 | +0.951 |
| અફઘાનિસ્તાન | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
| બાંગ્લાદેશ | 1 | 0 | 1 | 0 | 0 | 0 | -0.951 |