- એશિયા કપમાં ભાગ લેવા માટે ભારતીય મહિલા ટીમ શ્રીલંકા પહોંચી
- શ્રીલંકા ક્રિકેટ બોર્ડે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી
- ટીમ ઈન્ડિયાની પહેલી મેચ 19 જુલાઈએ પાકિસ્તાન સાથે થશે
એશિયા કપ 2024માં ભાગ લેવા માટે ભારતીય મહિલા ટીમ શ્રીલંકા પહોંચી ગઈ છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે. આ વખતે એશિયા કપ શ્રીલંકામાં રમાઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયા એશિયા કપ 2024માં 19 જુલાઈએ પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટીમ ઈન્ડિયાની પહેલી મેચ 19 જુલાઈએ પાકિસ્તાન સાથે થશે. ફરી એકવાર ટીમ ઈન્ડિયાની કમાન હરમનપ્રીત કૌરના હાથમાં છે.
તાજેતરની તસવીરો સામે આવી
શ્રીલંકા ક્રિકેટ બોર્ડ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરોમાં ભારત અને બાંગ્લાદેશના ખેલાડીઓ જોવા મળી રહ્યા છે. તસવીરોમાં કેપ્ટન હરમનપ્રીત કૌર, શ્રેયંકા પાટીલ અને જેમિમાહ રોડ્રિગ્ઝ એરપોર્ટથી બહાર નીકળતા જોવા મળે છે.
એશિયા કપ 2024માં ટીમ ઈન્ડિયાનું શિડ્યૂલ
- ભારત vs પાકિસ્તાન (19 જુલાઈ)
- ભારત vs UAE (21 જુલાઈ)
- ભારત vs નેપાળ (23 જુલાઈ)
ગ્રુપ-એમાં સામેલ ભારતીય ટીમ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમને એશિયા કપ 2024 માટે ગ્રુપ Aમાં રાખવામાં આવી છે. ગ્રુપ-Aમાં ટીમ ઈન્ડિયાની સાથે પાકિસ્તાન, નેપાળ અને UAEની ટીમોને રાખવામાં આવી છે. આ સિવાય બાંગ્લાદેશ, થાઈલેન્ડ, શ્રીલંકા અને મલેશિયાની ટીમોને ગ્રુપ બીમાં રાખવામાં આવી છે. આ ટુર્નામેન્ટમાં કુલ 15 મેચો રમાશે. એશિયા કપ 2024ની ફાઈનલ મેચ 28મી જુલાઈના રોજ રમાશે.