• ન્યુઝીલેન્ડ ક્રિકેટે તેની હોમ સીઝન 2024-25ની જાહેરાત કરી
  • ન્યૂઝીલેન્ડની ટીમ ઘરઆંગણે વનડે અને T20 સિરીઝ રમશે
  • પાકિસ્તાનની ટીમ માર્ચ 2024માં ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરશે

ન્યુઝીલેન્ડ ક્રિકેટે તેની હોમ સીઝન 2024-25ની જાહેરાત કરી દીધી છે. ન્યૂઝીલેન્ડની ટીમ ઘરઆંગણે વનડે અને T20 સિરીઝ રમવા જઈ રહી છે. આ સમયગાળા દરમિયાન પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને શ્રીલંકાની ટીમો ન્યુઝીલેન્ડનો પ્રવાસ કરશે. પાકિસ્તાનની ટીમ માર્ચ 2024માં ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરશે. આ પ્રવાસમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે 5 T20 અને 3 ODI મેચોની સિરીઝ રમાશે. બંને ટીમો વચ્ચેની આ સિરીઝ માર્ચમાં શરૂ થશે અને એપ્રિલ સુધી રમાશે. જ્યાં આ સમયે ભારતમાં IPL 2025 શરૂ થશે. આ સિરીઝ IPL 2025 સાથે ઓવરલેપ થઈ શકે છે.

ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ

  • 1લી T20 ન્યૂઝીલેન્ડ vs પાકિસ્તાન (16 માર્ચ)
  • બીજી T20 ન્યુઝીલેન્ડ vs પાકિસ્તાન (18 માર્ચ)
  • ત્રીજી T20 ન્યુઝીલેન્ડ vs પાકિસ્તાન (21 માર્ચ)
  • 4થી T20 ન્યૂઝીલેન્ડ vs પાકિસ્તાન (23 માર્ચ)
  • 5મી T20 ન્યૂઝીલેન્ડ vs પાકિસ્તાન (26 માર્ચ)


ODI સિરીઝનું શિડ્યૂલ

  • 1લી ODI ન્યૂઝીલેન્ડ vs પાકિસ્તાન (29 માર્ચ)
  • બીજી વનડે ન્યૂઝીલેન્ડ vs પાકિસ્તાન (2 એપ્રિલ)
  • ત્રીજી ODI ન્યૂઝીલેન્ડ vs પાકિસ્તાન (5 એપ્રિલ)


આ સિવાય ન્યૂઝીલેન્ડની ટીમ શ્રીલંકા અને ઈંગ્લેન્ડ સાથે પણ સિરીઝ રમશે. શ્રીલંકા સામે ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચોની સિરીઝ રમાવાની છે. આ સિવાય ન્યૂઝીલેન્ડને ઈંગ્લેન્ડ સાથે માત્ર ટેસ્ટ સિરીઝ રમવાની છે. ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. પ્રથમ ટેસ્ટ મેચ 28 નવેમ્બર, બીજી ટેસ્ટ મેચ 6 ડિસેમ્બર અને ત્રીજી ટેસ્ટ મેચ 14 ડિસેમ્બરે રમાશે.

  • Follow us on: