- એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓને દબદબો
- શૂટિંગમાં ભારતીય ટીમે જીત્યો ગોલ્ડ મેડલ
- ખેડૂતના દીકરાએ ગોલ્ડ જીતવાથી પરિવારમાં ખુશીનો માહોલ
ચીનના હાંગઝોઉમાં આયોજિત 19મી એશિયન ગેમ્સના 5માં દિવસે અંબાલાના સરબજોત સિંહે શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. જે બાદ સરબજોતના પિતા જતિન્દ્રએ જણાવ્યું કે, ખેડૂતનો દીકરો હોવા છતાં સરબજોતે ખુદને શૂટિંગમા એવી રીતે સમર્પિત કર્યો કે, અત્યાર સુધી 22 મેડલ પ્રાપ્ત કર્યા છે.
સરબજોતની સફળતા પર માતા-પાતિને ગર્વ
શૂટર સરબજોત સિંહ અંબાલાના ધીન ગામના રહેવાસી છે. સરબજોત સિંહના ગોલ્ડ મેડલ જીત્યા બાદ તેના ગામમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે લોકો સરબજોત સિંહના ઘરે શુભેચ્છા પાઠવવા આવી રહ્યા છે. સરબજોત સિંહના માતા-પિતા તેની આ સફળતા માટે ગર્વ અનુભવી રહ્યા છે. તેનું કહેવું છે કે, તે 2024માં થનારી ઓલિમ્પિક ગેમ્સમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે તૈયારી કરી રહ્યો છે.
સરબજોત સિંહની ઉપલબ્ધિ
જતિંદર સિંહના 22 વર્ષીય દીકરા સરબજોત સિંહે ચીનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ટીમ સાથે મેડલ જીત્યો છે. આ સાથે તેમણે માત્ર અંબાલા નહીં, પરંતુ સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે. સરબજોતના કોચ અભિષેક રાણાએ કહ્યું કે, વર્ષ 2017માં સરબજોતે પ્રથમ નેશનલ મેડલ જીત્યો હતો. જે બાદ સરબજોત ક્યારેય અટક્યો નથી. વર્ષ 2019માં સરબજોત જૂનિયર વર્લ્ડકપ જીતીને વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો.
સરબજોત જીતી ચૂક્યો છે અનેક વખત ગોલ્ડ
આ ઉપરાંત વર્ષ 2021-22માં સરબજોતે સળંગ 2 વખત નેશનલ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો. માર્ચ 2023માં ભોપાલમાં પણ સરબજોતે ગોલ્ડ જીત્યો હતો. કોચ રાણાએ જણાવ્યું કે, ચીનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં 3 સભ્યોની ટીમ નરવાલ, સરબજોત સિંહ અને અર્જુન સિંહ ચીમાએ ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે.
મહેતન બાદ મળી સફળતા
સરબજોત સિંહના પિતા જતિંદર સિંહ પોતાની દીકરાની આ સફળતા પર ગર્વ અનુભવી રહ્યા છે. તેમણે કહ્યું કે, ગોલ્ડ મેડલ જીતવા પર ખુશી થઈ રહી છે. લોકો ઘરે આવીને શુભેચ્છા પાઠવી રહ્યા છે. સરબજોત સિંહે જણાવ્યું કે, ચેરમેન રણ સિંહના કહેવા પર સરબજોતને શૂટિંગમાં મોકલ્યો અને તેણે બલ્લે..બલ્લે કરી આપ્યું.