• NADAએ ડોપ પરીક્ષણ કર્યું
  • 2 મહિનામાં 900થી વધુ નમૂના એકત્ર કર્યા
  • સૌથી વધુ બોક્સિંગમાં 71 નમૂના એકત્ર કર્યા

નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીએ આગામી એશયાઈ ગેમ્સ પહેલાં જૂન અને જુલાઈમાં વિવિધ ગેમ્સમા 900થી વધુ ખેલાડીઓના નમૂના એકત્ર કર્યા છે. જેમાં 199 માત્ર ટ્રેક એન્ટ ફીલ્ડથી લેવામાં આવ્યા છે. નાડાના ડેટા અનુસાર, એજન્સીએ 1 જૂનથી 31 જુલાઈ સુધી કુલ 914 નમૂના લીધા છે. આ 2 મહિનામાં બોક્સિંગમાં 71, સ્વિમિંગમાં 65, વેઈટ લિફ્ટિંગમાં 56, સાયકલિંગમાં 55, કબડ્ડીમાં 52, કુસ્તીમાં 46, શૂટિંગમાં 43 ખેલાડીના નમૂના લેવામાં આવ્યા છે.

ક્રિકેટમાં 2 નમૂના લેવાયા

વુશુમાં 35, તલવારબાજીમાં 33, કેનોઇંગમાં 32, બેડમિન્ટનમાં 24, હોકીમાં 23, ટ્રાયથલોનમાં 23, રોઇંગમાં 20, તીરંદાજીમાં 15, ફૂટબોલમાં 11, જૂડોમાં 11, સોફ્ટબોલમાં 11, ઈલેક્ટ્રોનિક રમતમાં 8, ક્લાઇમ્બીંગમાં 7 અને ક્રિકેટમાં 2 નમૂના લીધા છે.

આ ખેલાડીઓના નમૂના લેવાય

દેશમાં ટ્રેનિંગ કરનારા અથવા ઘરેલૂ સ્પર્ધામાં ભાગ લેનારા ટ્રેક એન્ડ ફીલ્ડના લગભગ તમામ ખેલાડી આ યાદીમાં સામેલ છે. જેમાં મુરલી શ્રીશંકર, શૈલી સિંહ, એલ્ઘોસ પોલ, અબ્દુલ્લા અબૂબાકર, જ્યોતિ યારાજી, તેજસ્વિન શંકર, પ્રવીણ ચિત્રાવેલ તેજિંદરપાલ સિંહ તૂર, અન્નુ રાની, પારુલ ચૌધરી, પ્રિયંકા ગોસ્વામી અને અમલાન બોરગોહેન સામેલ છે.

ભુવનેશ્વરમાંથી 30 નમૂના લેવાયા હતા

ડેટા અનુસાર ભુવનેશ્વરમાં 15થી 19 જૂન દરમિયાન યોજાયેલી રાષ્ટ્રીય આંતરરાજ્ય એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 30 નમૂના લેવામાં આવ્યા હતા. જે 23મી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી હાંગઝોઉ એશિયન ગેમ્સ માટે પસંદગીની ટ્રાયલ ઇવેન્ટ પણ હતી. ક્રિકેટરોમાં હાર્દિક પંડ્યા અને સ્મૃતિ મંધાનાએ આ 2 મહિનામાં નમૂના આપ્યા હતા. હોકીમાં ગોલકીપર પીઆર શ્રીજેશ એકમાત્ર પુરુષ ખેલાડી છે, જ્યારે બાકી મહિલા ખેલાડી છે. ફુટબોલમાં 10 પુરુષ અને એક મહિલા ખેલાડી છે.

  • Follow us on: